Site icon Revoi.in

 દૂધમાં સુકી દ્રાક્ષ નાખીને ખાવાથી પાચન ક્રિયા સુધરે છે,આ સહીત  બન્ને સાથે ખાવાના ફાયદાઓ જાણો

Social Share

દૂધ ખાવાના ફાયદાઓ આપણે જાણીએ છે સાથે આપણે કિસમીસ એટલે કે સુકી દ્રાક્ષ ખાવાના ફાયદા વિશે પણ જાણીએ છીએ પણ કદાચ કેટલાક લોકો જાણતા હશે કે આ બન્નેનું સાથે સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે તો ચાલો જાણીએ દૂધ સાથે સુકી દ્રાક્ષનું સેવન શા માટે કરવું જોઈએ.

સુકી દ્રાક્ષમાં પોષક તત્વોથી ભરપૂર હોય છે, જ્યારે દૂધમાં પણ અનેક ગુણો જોવા મળે છે. કિસમિસ અને દૂધનું એકસાથે સેવન કરવાથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.દૂધમાં કિસમિસ મિક્સ કરીને ખાવાથી પાચનક્રિયા સુધરે છે એસિડિટીથી પણ રાહત આપે છે.

 સુકી દ્રાક્ષમાં વિટામિન A, D અને K પૂરતી માત્રામાં મળી આવે છે, જ્યારે કિસમિસમાં આયર્ન અને કોપર પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય દૂધમાં વિટામિન-બી, કેલ્શિયમ અને પ્રોટીન પણ જોવા મળે છે. કિસમિસ અને દૂધમાં વોર્મિંગ અસર હોય છે, જે શરીરને મજબૂત રાખવામાં મદદ કરે છે. જેથી દૂધ અને કિસમિસનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

દૂધ અને કિસમિસ હૃદય માટે ફાયદાકારક છે. તેમાં મિનરલ્સ, ફાઈબર, પોટેશિયમની સાથે-સાથે અનેક વિટામિન્સ પણ હોય છે. આ તમામ વિટામિન્સ અને મિનરલ્સ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલા માટે હૃદયને મજબૂત રાખવા માટે દૂધ અને કિસમિસનું સેવન કરવું જોઈએ

દૂધ સાથે કિસમિસનું સેવન કરવાનો શ્રેષ્ઠ સમય રાત્રે માનવામાં આવે છે. રાત્રે દૂધને થોડું ઉકાળો, પછી તેમાં થોડી કિસમિસ મિક્સ કરો. આ પછી રાત્રે સૂતા પહેલા થોડી વાર આ દૂધ પીવો. આ તમારા શરીરમાં પૂરતી ઉર્જા રાખે છે, જ્યારે તે ઘણી બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે.

Exit mobile version