Site icon Revoi.in

રાત્રે જમ્યા પછી કેરી ખાવાની આદત  છે ખરાબ, થઈ શકે છે આરોગ્ય પર આ પ્રકારની અસર

Social Share

ઉનાળો એટલે ફળોના રાજા એવા કેરીની ભરપુર સિઝન, કોઈક જ એવું હશે જેને કેરી ન ભઆવતી હોય .જો કે કેરી ખાવાની પમ એક રીત અને સમય હોય છે જો તમે ભૂખ્યા છો અને કેરી ખાઈલો તો વાંધો નહી તેની સાથએ ભોજન લેશો તો વેઈટ વધવાની શક્યતા છે,આ સાથે જ જો રાત્રે ભરપેટ ભોજન લીધા પછી પણ કેરી ખાઈ રહ્યા છો તો તો હવે ચેતી જ જજો,કારણ કે ખાધા બાદ કેરી ખાવાથી આરોગ્યને ઘણું નુકશાન થાય છે.

કેરી વિશે અવારનવાર અનેક પ્રકારની અટકળો કરવામાં આવે છે, શું તેનાથી વજન વધે છે, શું તે પાચન માટે સારું છે કે નહીં, કયા સમયે ખાવું અને ક્યારે નહીં વગેરે. પરંતુ, ખરેખર કેરી ખાવાનો યોગ્ય સમય છે. જે સમયે કેરી ખાવામાં આવે છે તે સમયે શરીર પર વિવિધ અસરો જોવા મળે છે. 

કેલરી વધવાની શક્યતાઓ 

 સામાન્ય કદની કેરીમાં લગભગ 150 કેલરી હોય છે. જો કેરી રાત્રે ખાવામાં આવે તો તમારી કેલરીની માત્રા અનેકગણી વધી શકે છે. તેથી જ એવું પણ કહેવાય છે કે કેરી મોડી રાત્રે ખાવાને બદલે દિવસ દરમિયાનમાં ખાવી જોઈએ.

કેરીથી બોડીનું તાપમાન વધે છે

જે લોકો રાત્રે કેરી ખાય છે તેઓએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કેરી શરીરને ગરમ કરવાનું કામ પણ કરી શકે છે. ઘણી વખત થોડી વધુ કેરી ખાવાથી પિમ્પલ્સ થવાની સમસ્યા થાય છે. જે લોકોની ત્વચા પર પહેલાથી જ ખીલ છે, તેઓએ કેરીનું સેવન કરતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ.

વજન વધી શકે છે

 કેરી વજન વધારવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. દિવસ દરમિયાન કેરી ખાવાથી વ્યક્તિ હલનચલન રાખે છે જેના કારણે શરીરમાં રાત્રે કરતા ઓછી ચરબીનો સંગ્રહ થાય છે. જો તમારું વજન પહેલેથી જ વધી ગયું છે, તો તમે રાત્રે કેરી ખાવાથી વધુ વજન વધારી શકો છો

સુગર લેવલ વધે છે

જમ્યા બાદ રાત્રે કેરી ખાવાથી સુગર લેવલની સમસ્યાઓ વધી શકે છે, જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે ખાસ કરીને રાત્રે કેરી ખાવાનું ટાળવું જોઈએ. કેરી શરીરનું શુગર લેવલ વધારવાનું કામ કરી શકે છે.

અપચાની સમસ્યા થઈ શકે છે

 જો તમે રાત્રે કેરી ખાઓ છો તો તમને અપચાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. વધુ પડતા ખોરાક લેવાથી પણ આવું થઈ શકે છે. એટલા માટે કહેવાય છે કે બપોરના ભોજનમાં કેરી ખાવાનો શ્રેષ્ઠ સમય છે. આ સાથે, ધ્યાનમાં રાખો કે તમારે ખૂબ જ ગરમ બપોરના સમયે આમરસ અથવા આમપણા ન પીવું જોઈએ કારણ કે તે શરીરનું તાપમાન વધારી શકે છે.

નોંધ – આ લખાણ માત્રને માત્ર સલાહ સહિત, ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે.