Site icon Revoi.in

ગરમીમાં કાચી ડુંગળીનું સેવન ખૂબ જ ફાયદાકારક , જાણો તેનાથી થતા લાભ વિશે

Social Share

સામાન્ય રીતે આપણા ભારત દેશમાં દરેક સિઝનમાં સલાડમાં ડુંગળીને જ પ્રાથમિકતા આપવામાં આવે છએ, આમ તો દરોરજ કોઈને કોઈ રીતે શાકમાં કે સલાડમાં આપણે ડુંગળીનું સેવન કરતા હોઈએ છીએ જો કે ઉનાળામાં ખાસ કરીને ડુંગળીનું સેવન ખૂબ જ ગુણકારી ગણાવામાં આવે છે. કારણ કે ડુંગરી ઉનાળાની લૂ થી બચાવે છે.

ડુંગળીને સીધી કાચી ખાઈ શકાય છે અને તમે તેનો ઉપયોગ શાકભાજીમાં પણ કરી શકો છો જેથી ભોજનનો સ્વાદ વધે. ઉનાળાની ઋતુમાં લોકોને વારંવાર હીટ સ્ટ્રોકની સમસ્યા રહે છે. પરંતુ જ્યારે તમે આ સિઝનમાં ડુંગળી ખાઓ છો તો તેનાથી હીટ સ્ટ્રોકની શક્યતા ઓછી થઈ જાય છે.

કાચી ડુંગળીમાં ફેટી એસિડ્સ પણ હોય છે જે આંતરડાના સ્વાસ્થ્યને મજબૂત કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, બળતરા ઘટાડે છે અને પાચનને વધારે છે.

પ્રખર સૂર્યપ્રકાશને કારણે ઉનાળામાં ગરમી માથે ચઢે છે. તેનાથી બચવા માટે તમારે ઉનાળાની ઋતુમાં કાચી ડુંગળીનું નિયમિત સેવન કરવું જોઈએ. આનાથી તમને માથાની ગરમીની સમસ્યા નહીં થાય. 

હીટ સ્ટ્રોકથી બચવા માટે ઉનાળાની ઋતુમાં કાચી ડુંગળીનું સેવન કરો. તેનું સેવન હીટ સ્ટ્રોક તેમજ ઉનાળામાં થતી તમામ પ્રકારની સમસ્યાઓમાં ફાયદાકારક છે. 

જો તમે ઉનાળામાં કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો કાચી ડુંગળી નિયમિત ખાઓ. ડુંગળી ફાઇબર અને પ્રીબાયોટીક્સનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે તમને પાચન સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. 

આ સહીત ખાવા સિવાય ડુંગળીનો રસ કાઢીને તેનો રસ તમારી છાતી પર અને કાનની પાછળ લગાવો. હીટ સ્ટ્રોક માટે આ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ઘરેલું ઉપાય છે.

 આ સિવાય તડકામાં બહાર જતા પહેલા તમારા ખિસ્સામાં એક નાનકડી ડુંગળી રાખો, તે હીટ સ્ટ્રોક થવા દેતી નથી અને બધી ગરમી પોતે જ શોષી લે છે.

કાચી ડુંગળીમાં ખૂબ જ સારી માત્રામાં ફાઈબર હોય છે જે દ્રાવ્ય હોય છે. પ્રીબાયોટિક્સ એ એક પ્રકારનો ફાઇબર છે જે આંતરડાના બેક્ટેરિયા દ્વારા તૂટી જાય છે.