1. Home
  2. Tag "onion"

દેશમાં ડુંગળીની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ હટાવ્યો નથી

નવી દિલ્હીઃ દેશમાં ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવાયો હોવાની અટકળો વચ્ચે આજે સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સરકારે ચોખવટ કરી છે કે, તા. 31મી માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ રહેશે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે એ સમાચારોનું ખંડન કર્યું છે કે, જેમાં ડુંગળીની નિકાસ ઉપર લગાવેતો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. […]

ભાવનગર યાર્ડમાં ડુંગળીની સવા લાખ ગુણીની આવક, પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં નારાજગી

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે ડુંગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. ભાવનગરના માર્કેટયાર્ડમાં ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. શનિવારે એક જ દિવસમાં ડુંગળીની સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1.25 લાખથી વધુ ગુણીની આવક થઈ હતી. સૌરાષ્ટ્રભરમાં આ વર્ષે સારા વરસાદને પરિણામે ડુંગળીનું […]

જામનગરના હાપા યાર્ડમાં ડુંગળી 35 રૂપિયે મણના ભાવે વેચાતા ખેડુતો રડવા લાગ્યા

જામનગરઃ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ ગગડી ગયા છે. છેલ્લા મહિનાથી ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા ખેડુતો માગણી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં તો ખેડુતોએ પ્રદર્શન પણ કર્યું હતું. ગોંડલ યાર્ડમાં પણ ખેડુતોએ હરાજી બંધ કરાવી હતી. હાલ ખેડુતો ડુંગળીને પાણીના ભાવે વેચી રહ્યા છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીના પ્રતિ […]

કેન્દ્ર સરકાર બફર સ્ટોકમાંથી એક લાખ ટન ડુંગળીનું વેચાણ કરશે

તહેવારો દરમિયાન કિંમતોને અંકુશમાં રાખવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર બફર સ્ટોકમાંથી એક લાખ ટન ડુંગળીનું વેચાણ કરશે દિલ્હી: તહેવારોની મોસમ દરમિયાન કિંમતોને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે નવેમ્બરમાં છૂટક બજારોમાં તેના બફર સ્ટોકમાંથી એક લાખ ટન ડુંગળી છોડવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત શુક્રવારે 100થી વધુ શહેરોમાં ડુંગળી છોડવામાં આવશે. ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત […]

તહેવારોની સિઝનમાં મોંઘવારીનો માર! ડુંગળીના વધતા ભાવને રોકવા માટે સરકારે વધુ એક પગલું ભર્યું

દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ડુંગળીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હી NCR સહિત ઘણા શહેરોમાં ડુંગળીના ભાવ 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. એક સપ્તાહમાં જ ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. ગયા અઠવાડિયે ડુંગળી 35-40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી પરંતુ હવે ડુંગળીનો ભાવ 75-80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. […]

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં થયો વધારો, પ્રતિ કિલોના 30થી 40ના ભાવ પહોંચ્યાં

રાજકોટ:  મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. જેમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગીના ભાવમાં પણ વધોરો થયો છે. છુટક બજારમાં ડુંગળીના ભાવ પ્રતિકિલોએ 30થી 40 ભાવ બોલાતા ગરીબ અને મધ્યવર્ગના લોકોને મોંઘવારીમાં વધુ એક ભાવ વધારાના ડોઝ ખમવો પડ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં છેલ્લા દોઢ મહિનામાં ખુબ વરસાદ પડ્યો હતો. તેના કારણે ડુંગળીના […]

ડુંગળીના ભાવ નિયંત્રણમાં લાવવા માટે વધુ 2 લાખ મેટ્રીક ટન ડુંગળીની કેન્દ્ર સરકાર ખરીદી કરશે

નવી દિલ્હીઃ ટામેટાના ભાવમાં ઘટાડાને પગલે ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ મોંઘવારીનો સામનો કરતી પ્રજાને રાહત મળી રહે તે માટે ડુંગળીના ભાવમાં વધારાની શકયતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો અને પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને નાફેડ મારફતે રૂ. 25ના પ્રતિ કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. ખાદ્ય અને પુરવઠા મંત્રી પીયૂષ […]

કેન્દ્રએ 3 લાખ મેટ્રિક ટનના ડુંગળીના બફરમાંથી સ્ટોક મુક્ત કરવાનું શરૂ કર્યું

દિલ્હી:  ગ્રાહક બાબતોના વિભાગે આ વર્ષે ઊભા કરેલા 3.00 લાખ મેટ્રિક ટનના ડુંગળીના બફરમાંથી સ્ટોક મુક્ત કરવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિભાગના સચિવ રોહિત કુમાર સિંઘે 10.08.2023 ના રોજ નાફેડ અને એનસીસીએફના મેનેજિંગ ડિરેક્ટર્સ સાથે બેઠક કરી અને નિકાલ માટેની પદ્ધતિને આખરી ઓપ આપ્યો. રાજ્યો અથવા પ્રદેશોમાં જ્યાં છૂટક કિંમતો અખિલ ભારતીય સરેરાશથી ઉપર […]

ટામેટા બાદ હવે ડુંગળીના ભાવ પણ વધશે,જાણો ક્યારે અને કેટલો થશે વધારો

દિલ્હી:તંગ આપૂર્તિને કારણે આ મહિનાના અંત સુધીમાં છૂટક બજારમાં ડુંગળીના ભાવમાં વધારો થવાની સંભાવના છે અને આગામી મહિનામાં તે 60-70 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી શકે છે. જો કે, ઓક્ટોબરથી ખરીફની આવક શરૂ થતાં ડુંગળીનો પુરવઠો સુધરશે, જેના કારણે ભાવમાં નરમાશ આવવાની ધારણા છે. શુક્રવારે એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી હતી. ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ […]

ટામેટા બાદ હવે ડુંગળી થઇ મોંધી,4 દિવસમાં 25% ભાવ વધ્યો

મુંબઈ :  ટામેટા બાદ હવે ડુંગળી પણ આંખોમાંથી આંસુ લાવવા લાગી છે. છેલ્લા 4 દિવસમાં ડુંગળીના ભાવમાં પણ બમ્પર ઉછાળો નોંધાયો છે. 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ડુંગળીનો ભાવ હવે 20 થી 25 રૂપિયા થઈ ગયો છે. આ રીતે ડુંગળી પણ છેલ્લા 4 દિવસમાં 10 રૂપિયા મોંઘી થઈ છે. જો ડુંગળીના જથ્થાબંધ ભાવની વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code