Site icon Revoi.in

અભિનેત્રી નોરા ફતેહી અને જેક્લીન ફર્નાન્ડિઝને  ઈડી એ  મની લોન્ડ્રીંગ કેસમાં સમન પાઠવ્યું

Social Share

મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ અને નૌરા ફતેહી મુસીબતમાં મૂકાયેલી જોવા મળે છે, વાત જાણે એમ છે કે,સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સાક્ષી તરીકે સમન્સ પાઠવ્યા હતા અને 14 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ કર્યો હતો. ઈડી દ્વારા પૂછપરછના સંદર્ભમાં નોરા આજે ઓફિસ આવી પહોંચી છે. ઇડી તે તમામ લોકો પર કડક નજર રાખી રહી છે જે આ કેસ સાથે સીધા અથવા આડકતરી રીતે સંકળાયેલ છે.

અભિનેત્રી નોરા ઉપરાંત જેકલીન ફર્નાન્ડિઝને પણ ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. જેકલીનને 15 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. ઈડી એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે શું સુકેશ ચંદ્રશેખરને કારણે વિદેશમાં નાણાંની લેવડદેવડ થઈ છે? તેણે સુકેશ ચંદ્રશેખર અને તેની પત્નીના ઘરે દરોડા પાડ્યા હતા અને તે કહે છે કે આ કેસમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ ભાગીદાર રહ્યા છે. સુકેશ ચંદ્રશેખર 200 કરોડની છેતરપિંડીના કેસમાં જેલમાં  હાલ કેદ  છે.

આ કેસ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા સુકેશ અને અન્ય સામે ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને આશરે 200 કરોડ રૂપિયાની ખંડણી માટે નોંધાયેલી એફઆઈઆર પર આધારિત છે. આ કેસમાં ઈડી દ્વારા અભિનેત્રી જેકલિનની પૂછપરછ કરવામાં આવી હતી અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.  તપાસ એજન્સી એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું નોકેરા અને જેક્લીન વતી સુકેશ સાથે કોઈ ટ્રાન્ઝેક્શન થયું હતું કે નહી.જો કે આ પહેલા પણ ઈડી જેકલીન અને નોરાની બે વખકત પૂછપરછ કરી ચૂકી છે.

આ કેસ 200 કરોડની ખંડણીથી શરૂ થયો હતો, જે જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે એક વેપારીની પત્ની પાસેથી વસૂલ કર્યા હતો. આ કેસમાં સુકેશની પત્ની લીના પોલની સંડોવણીની માહિતી પણ સામે આવી હતી, ત્યારબાદ કેટલાક બોલિવૂડ સ્ટાર્સની પણ સપૂછપરછ કરવામાં આવી હતી.