Site icon Revoi.in

ચૂંટણી બોન્ડ યોજના ગેરબંધારણીય, સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સર્વસંમતિથી લગાવી રોક

Social Share

નવી દિલ્હી: ચૂંટણી બોન્ડ યોજનાની કાયદેસરતા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આને ગેરબંધારણીય ગણાવી અને સરકારને કોઈ અન્ય વિકલ્પ પર વિચાર કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજનાની ટીકા કરતા કહ્યું છે કે રાજકીય પાર્ટીઓના થઈ રહેલા ફંડિંગની જાણકારી મળવી બેહદ જરૂરી છે. ઈલેક્ટોરલ બોન્ડ માહિતી અધિકારનો ભંગ છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે આ મામલામાં સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે. જો કે ખંડપીઠમાં બે અલગ વિચાર રહ્યા, પરંતુ બેન્ચે સર્વસંમતિથી ચૂંટણી બોન્ડ પર રોક લગાવવાનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એસબીઆઈ બેન્કને 2019થી અત્યાર સુધીના ચૂંટણી બોન્ડની સંપૂર્ણ જાણકારી આપવાનો આદેશ કર્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાઈ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યોની ખંડપીઠે ગત વર્ષ 2 નવેમ્બરે મામલાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. જેને આજે સંભળાવવામાં આવ્યો છે.

ચૂંટણી બોન્ડ યોજના પ્રમાણે, ચૂંટણી બોન્ડ ભારતના કોઈપણ નાગરિક અથવા દેશમાં સ્થાપિત એકમ દ્વારા ખરીદી શકાય છે. કોઈપણ વ્યક્તિ એકલો અથવા અન્ય વ્યક્તિઓની સાથે મળીને ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29(એ) હેઠળ નોંધાયેલા રાજકીય પક્ષો અને લોકસભા અથવા વિધાનસભા ચૂંટણીની ગત ચૂંટણીઓમાં ઓછામાં ઓછા એક ટકા વોટ મેળવનારા દળ ચૂંટણી બોન્ડ પ્રાપ્ત કરી શકે છે. બોન્ડને કોઈ યોગ્ય રાજકીય પક્ષ દ્વારા અધિકૃત બેંક ખાતાના માધ્યમથી કેસ કરી શકાય છે.

સુપ્રીમ કોર્ટે આ મામલામાં 31 ઓક્ટોબરથી નિયમિત સુનાવણી શરૂ કરી હતી. મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ડી. વાઈ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યોની બંધારણીય ખંડપીઠે કરી. તેમાં ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બી. આર. ગવઈ, ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલ અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા પણ સામેલ હતા. આ દરમિયાન પક્ષ અને વિપક્ષ બંને તરફથી દલીલો થઈ હતી. કોર્ટે તમામ પક્ષોને ગંભીરતાથી સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત કરી લીધો હતો.

આ યોજના સરકારે 2 જાન્યુઆરી, 2018ના રોજ નોટિફાઈ કરી હતી. તેના પ્રમાણે, ચૂંટણી બોન્ડ ભારતના કોઈપણ નાગરિક અથવા દેશમાં સ્થાપિત એકમ દ્વારા ખરીદી શકાય છે. કોઈપણ વ્યક્તિ એકલા અથવા અન્ય વ્યક્તિઓની સાથે સંયુક્તપણે ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ-29-એ હેઠળ નોંધાયેલા આવા રાજકીય પક્ષ ચૂંટણી બોન્ડ માટે યોગ્ય છે. શરત બસ એ છે કે તેમણે લોકસભા અથવા વિધાનસભાની ગત ચૂંટણીઓમાં ઓછામાં ઓછા એક ટકા વોટ પ્રાપ્ત કર્યા હોય. ચૂંટણી બોન્ડને કોઈ યોગ્ય રાજકીય પક્ષ દ્વારા માત્ર અધિકૃત બેંકના ખાતાના માધ્યમથી પ્રાપ્ત કરી શકાય છે.