દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ત્રણ સપ્તાહની રજાઓ બાદ ડરહમ પહોંચેલી ટીમ ઈન્ડિયાએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટીશ શરૂ કરી છે. પ્રેક્ટીશ કરતા ખેલાડીઓનો ફોટો બીસીસીઆઈએ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ કેટલાક ફોટો શેર કર્યાં હતા.
#TeamIndia pic.twitter.com/8dOk8uYM7W — BCCI (@BCCI) July 16, 2021
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ બાદ ભારતીય ટીમના ખેલાડીઓને બાયોબબલથી મુક્તી આપવામાં આવી હતી. ખેલાડીઓએ ત્રણ સપ્તાહ દરમિયાન ઇંગ્લેન્ડમાં રજાઓનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. કેટલાક ખેલાડીઓએ ફુટબોલ અને ટેનિસની મેચ જોવાનો પણ આનંદ ઉઠાવ્યો હતો. જોકે હવે ડરહમ પહોંચેલી ભારતીય ટીમનું પ્રેકટીસ સેશન શરુ થઇ ચુક્યુ છે. પ્રેકટીસ સેશનની શરુઆતની તસ્વીર BCCI એ શેયર કરી હતી. BCCIએ શેયર કરેલી પ્રેકટીસ સેશન દરમિયાનની તસ્વીરમાં ખેલાડીઓ મેદાનમાં ચક્કર લગાવી રહ્યા છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના ખેલાડીઓ નજર આવી રહ્યા છે.
Business hours
#TeamIndia pic.twitter.com/m0P61j7xEb — Ravindrasinh jadeja (@imjadeja) July 16, 2021
બંને દેશો વચ્ચે શરુ થનારી ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમ ફર્સ્ટ ક્લાસ મેચ રમશે. સ્થાનિક કાઉન્ટી ઇલેવન અને ભારતીય ટીમ વચ્ચે 20 જૂલાઇ થી મેચ રમાનારી છે. જે ત્રણ દિવસીય અભ્યાસ મેચ હશે. જે મેચમાં ઋષભ પંત કોરોના સંક્રમિત હોઇ ભાગ નહી લઇ શકે. તેના સંપર્કમાં આવેલા રિદ્ધીમાન સાહા અને રિઝર્વ અભિમન્યુ ઇશ્વરન અભ્યાસ મેચ માટે ઉપલબ્ધ નહી થઇ શકે. કેએલ રાહુલ કાઉન્ટી ઇલેવન સામેની મેચમાં વિકેટકીપરની જવાબદારી નિભાવશે.
(PHOTO-BCCI)