Site icon Revoi.in

આ વખતે શિમલામાં વ્હાઇટ ક્રિસમસનો માણો આનંદ,અહીંનો નજારો વિદેશ કરતાં પણ સારો

Social Share

હિમાચલ પ્રદેશની રાજધાની અને પહાડોની રાણી ગણાતા શિમલામાં ક્રિસમસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.કોરોના પીરિયડ બાદ આ વખતે શિમલામાં પહેલીવાર ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરવામાં આવશે.અને આ વખતે લોકો શિમલામાં વ્હાઇટ ક્રિસમસની અપેક્ષા રાખી રહ્યા છે.આ વખતે પહાડોમાં નવેમ્બર મહિનામાં જ હિમવર્ષાની સિઝન શરૂ થઈ ગઈ હોવાથી આ વખતે વ્હાઇટ ક્રિસમસની આશા જાગી છે.આ વર્ષે બર્ફવારીમાં નાતાલની મજા માણવા મોટી સંખ્યામાં લોકો આવશે.

શિમલાના ઐતિહાસિક ક્રાઈસ્ટ ચર્ચને ક્રિસમસ માટે સજાવવામાં આવી રહ્યું છે.આ સાથે ઈંગ્લેન્ડથી લાવેલી બેલનું સમારકામ પણ પૂર્ણ થઈ ગયું છે.જ્યાં ક્રાઈસ્ટ ચર્ચને શિમલાના માઈલ સ્ટોન માનવામાં આવે છે, ત્યાં પ્રાર્થના માટે 150 વર્ષ પહેલા ઈંગ્લેન્ડથી લાવેલી કોલ બેલનું પણ પોતાનું મહત્વ છે.તે પ્રાર્થના પહેલા વગાડવામાં આવે છે.

આ ઘંટ સામાન્ય ઘંટ નથી પરંતુ તે ધાતુની બનેલી પાઇપનો એક ભાગ છે.આ પાઈપ પર સંગીતના સાત સુરોનો અવાજ આવે છે.આ પાઈપ પર હથોડીથી અવાજ આવે છે, જે દોરડાને ખેંચીને વગાડવામાં આવે છે.આ દોરડું મશીન વડે નહીં, હાથ વડે ખેંચીને વગાડવામાં આવે છે. આ ઘંટ દર વર્ષે રવિવારે સવારે 11 વાગ્યે યોજાતી પ્રાર્થનાના પાંચ મિનિટ પહેલા વગાડવામાં આવે છે.બીજી તરફ, ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે આ ઘંટડી રાત્રે 12 વાગે વગાડીને ઉજવવામાં આવે છે.

નોંધનીય છે કે,9 સપ્ટેમ્બર 1844 ના રોજ આ ચર્ચનો પાયો કોલકાતાના બિશપ ડેનિયલ વિલ્સન દ્વારા નાખવામાં આવ્યો હતો.તેનું કામ 1857માં પૂર્ણ થયું હતું.આ બેલ તેની સ્થાપનાના 25 વર્ષ પછી ઈંગ્લેન્ડથી શિમલા લાવવામાં આવી હતી.1982માં આ બેલને નુકસાન થયું હતું. જે હવે 40 વર્ષ બાદ પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

તે જ સમયે, ચર્ચના પાદરી સોહન લાલનું કહેવું છે કે,ચર્ચ પ્રશાસને ક્રિસમસની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને ઉજવણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પત્ર પણ લખવામાં આવ્યો છે.