Site icon Revoi.in

OTT પ્લેટફોર્મ પર નિયમન માટે લોકસભામાં માંગ કરાઇ

Social Share

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી મનોરંજન જગતમાં OTT મીડિયા સર્વિસીઝ પ્લેટફોર્મની ખૂબ જ બોલબાલા છે. ખાસ કરીને કોરોના દરમિયાન થયેલા લોકડાઉન દરમિયાન થિયેટરો બંધ હોવા દરમિયાન OTTનો પોપ્યુલારિટી ગ્રાફ ખૂબ ઉંચે આવ્યો છે. જો કે સામે OTT દ્વારા દર્શાવાતી કેટલીક સામગ્રી પણ ચિંતાનો વિષય છે કારણ કે કેટલીક સીરીઝમાં હિંસા તેમજ ડ્રગ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને કેટલીક સીરિઝમાં તો હિંદુ દેવી-દેવતાઓને અપમાનિત કરવામાં આવી રહ્યા છે.

OTT મીડિયા સર્વિસીઝ પ્લેટફોર્મ પાછું સેન્સર બોર્ડના દાયરામાં આવતું નથી ત્યારે BJPના બે સાંસદોએ લોકસભામાં ઓટીટી પ્લેટફોર્મ પર નિયમન અને અંકુશ માટે માંગણી કરી હતી.

સાંસદ મનોજ કોટકે શુન્યકાળમાં લોકસભામાં આ વિષય પર ચર્ચા કરતા કહ્યું કે કેટલીક વેબ સીરીઝ બોલવાની સ્વતંત્રતાનાં આધાર પર હિંસા અને ડ્રગ્સને પ્રોત્સાહન આપે છે. તથા હિંદુ દેવી દેવતાઓને પણ અપમાનિત કરી રહી છે. વળી તેના કારણે યુવાનો પર પણ વિપરીત અસર થઇ રહી છે. અને તેને નિયંત્રિત કરવા માટે સરકારે રેગ્યુલેટિંગ ઓથોરિટી દ્વારા તપાસ કરાવવી જોઇએ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, અને હોટ સ્ટાર ડિઝની  પ્લસ જેવા ઓછામાં ઓછા 40 ઓટીટી પ્લેટફોર્મ છે.

BJPનાં અન્ય સાંસદ કિરીટ સોલંકીએ પણ કહ્યું કે ભારતની સંસ્કૃતિ અને સભ્યતા પર મનોરંજનનાં નામે હુમલો થઇ રહ્યો છે, તેનાં દ્વારા મોટી સંખ્યામાં વિવાદિત કન્ટેન્ટ બતાવવામાં આવે છે. જેનાં કારણે દેશનાં યુવાન પર ઘાતક અસર થાય છે.

(સંકેત)