Site icon Revoi.in

અમરનાથ યાત્રાના શ્રધ્ધાળુંઓમાં ભારે ઉત્સાહ – મંત્રોચ્ચાર વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બાબા બર્ફાનીના દર્શન માટે પ્રથમ સમૂહને કર્યો રવાના

Social Share

શ્રીનગર –  અમરનાથ યાત્રાનો આરંભ થી રહ્યો છે ત્યારે પ્રથમ શ્રદ્ધાળુંઓનો સમૂહ અમરનાથ બાબા બર્ફાનીના દર્શન માટે રવાના ચૂક્યો છે.બેઝ કેમ્પ ભગવતી નગરથી આજે વહેલી સવારે પ્રથમ બેચ ભોલેના નાદ સાથે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બાબા વિશ્વનાથના દર્શન માટે રવાના થઈ હતી.આ સાથે જ  મંત્રોચ્ચાર વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ જૂથને લીલી ઝંડી આપી હતી. 

આ પ્રસંગે પરંપરાગત બાલતાલ અને પહેલગામ રૂટ પર પ્રથમ બેચ તરીકે આ બેચ આવતીકાલે સવારે પવિત્ર ગુફા માટે સત્તાવાર રીતે રવાના થશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ યોજાનારી શ્રી અમરનાથ યાત્રા 2022 માટે દેશભરના શિવભક્તોમાં ભારે ઉત્સાહ છે.

દેશભરમાંથી હજારો શિવભક્તોના આગમનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આકરી ગરમી અને ભેજ વચ્ચે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

વિતેલા દિવસને મંગળવારે રેલવે સ્ટેશન પાસે વૈષ્ણવી ધામ, પંચાયત ભવન અને મહાજન હોલ શાલામાર ખાતે સેંકડો યાત્રાળુઓની તાત્કાલિક નોંધણી કરવામાં આવી હતી. તેવી જ રીતે, શ્રી રામ મંદિર પુરાણી મંડીમાં, સેંકડો સાધુ અને સંતોની તાત્કાલિક નોંધણી કરવામાં આવી હતી. જમ્મુથી પ્રથમ બેચમાં સાધુ સંતો પણ શ્રદ્ધાળુઓ સાથે રવાના થશે.

આ સાથે જ  ગીતા ભવન પરેડમાં સંતોને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલ્વે સ્ટેશન પાસે આવેલા સરસ્વતી ધામમાંથી યાત્રિકોને ટોકન આપવામાં આવી રહ્યા છે, જેમાં સમય અને તારીખ પ્રમાણે ત્વરિત રજીસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવી રહી છે. 

બીજી તરફ વિકતેલા દિવસને  મંગળવારે મોડી સાંજ સુધી 1600 થી વધુ મુસાફરો બેઝ કેમ્પ ભગવતી નગર, જમ્મુ પહોંચ્યા હતા, જેના કારણે મુસાફરોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. અન્ય મુસાફરોને નજીકના આવાસમાં રાખવામાં આવી રહ્યા છે. જે મુસાફરો ખાનગી વાહનોમાં આવ્યા છે અથવા બેઝ કેમ્પની બહાર છે તેઓ બુધવારે સવારે પ્રથમ બેચમાં જોડાશે.

જો યાત્રીઓની સુરક્ષાની વાત કરવામાં આવે તો કડક સુરક્ષા ગોઠવાઈ છે,વાહનોનું ચેકતિંગથી લીને ડ્રોન દ્રારા અમરનાથ જવાના ામર્ગ પર જનર રખાી રહી છથે તો યાત્રીોનું ટ્રેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને દરેક યાત્રીઓ