Site icon Revoi.in

ઠંડીમાં પણ જોવા મળ્યો મતદાતાઓનો ઉત્સાહ – લોકશાહીના પર્વ પર મતદાન મથકો પર લાંબી લાઈન

Social Share

અમદાવાદઃ- આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વહેલી સવારે જ કડકડતી ઠંડીમાં પણ લોકો પોતાના ઘરેથી મતદાન બુથો પર આવી રહ્યા છે,મોટા પ્રમાણમાં લોકો લોકશાહીના પર્વ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે.

આ સાથે જ જેઓ પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે તેઓ પણ ઉત્સાહ સાથે વહેલા ઘોરણે મતદાન માટે લાંબી લાઈનમાં ઊભેલા જોવા મળ્યા છે, લોકશાહીના આ પર્વ પર રાજ્યની જનતાનો અનેરો ઉત્સાહ બિરદાવા લાયક છે કારણ કે સવારની ઠંડીને ભૂલી લાઈનમાં લોકો મતદાન કરવા ઊભેલા જોવા મળ્યા છે.

ગીર સોમનાથમાં ચારેય વિધાનસભા પર મતદાન પ્રક્રિયા શરૂ થઇ  ત્યારે  વહેલી સવારથી કડકડતી ઠંડીમાં પણ મતદારોમાં ઉત્સાહ છે. લાંબી લાઈનમાં લોકો મતદાન કરતા જોવા મળઅયા છે.જિલ્લાના 1077 મતદાન મથક પર મતદારો ઉત્સાહ પૂર્વક ઉમટ્યાં છે.

જો રાજકોટ સિટીની વાત કરીએ તો અહીંયા પણ લોકોનો અનેરો ઉત્સાહ લોકશાહીના પ્રવ પર જોવા મળ્યો છે.રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયો છે. ધોરાજીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું છે. તેમણે ધોરાજીની આદર્શ સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. વસોયાએ પ્રચંડ બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લલિત વસોયાએ લોકોને મતદાન કરવા અપીલ કરી છે.

અનેક જાણીતા નેતાઓ એ કર્યું મતદાન

સવારે 9 વાગ્યા સુધીમાં એટલે કે પ્રથમ એક કલાકમાં 3 ટકા મતદાન થયું છે. નાણામંત્રી કનુ દેસાઈ પરિવાર સાથે મતદાન કરવા માટે વાપીની જ્ઞાનદા સ્કૂલમાં પહોંચ્યા હતાઆજથી થોડા વર્ષો પહેલા લોકો મતદાન કરવા માટે વધુ નહોતા આવતા ત્યારે હવે પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ લોકજાગૃતિ ફેલાઈ છે,લોકો મતદાન માચે જાગૃત બન્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે  પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને મતદાન કરવા પહોંચ્યા હતા.