Site icon Revoi.in

અમદાવાદમાં વધી રહ્યા છે રોગચાળાને લગતા કેસ,લોકોએ સતર્ક રહેવું જરૂરી

Social Share

અમદાવાદ શહેરમાં ચોમાસામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા હોય છે, ચોમાસામાં કેટલાક સ્થળોએ હાલત વધારે ગંભીર થઈ જાય છે અને તેના કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યામાં રોગચાળો ફેલાવવાની સમસ્યા પણ હોય છે. શહેરમાં છેલ્લા 2 મહિનામાં રોગચાળાથી 25 લોકોના મોત થયા છે અને લોકોએ હવે સતર્ક પણ રહેવાની જરૂર છે કારણ કે શહેરમાં રોગચાળાને લગતા કેસ વધી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને કાબૂમાં લેવા AMCના આરોગ્ય વિભાગના પ્રયત્નો છતાં સ્થિતિ ઠેરની ઠેર છે. જેમાં અમદાવાદ શહેરમાં રોગચાળાને લીધે બે મહિનામાં 25 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા બે માસથી રોગચાળો વકરતા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં ડેન્ગ્યુના 1125 કેસ અને મેલેરીયાના 627 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બિન સત્તાવાર આંક તો આથી પણ વધુ હોવાની પ્રબળ સંભાવના વ્યકત કરાઈ છે.

શહેરના વિવિધ રહેણાંકોમાંથી પાણીના લેવામાં આવેલા 202 સેમ્પલનો ક્લોરિન રિપોર્ટ નીલ આવ્યો છે. બેક્ટોરોયોલોજીકલ ટેસ્ટમાં પાણીના 155 સેમ્પલ અનફિટ જાહેર કરાયા છે.

આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 592 કેસ નોંધાયા છે.આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મેલેરીયાના 165 કેસ, ઝેરી મેલેરીયાના 12 કેસ, ડેન્ગ્યુના 427 કેસ અને ચીકનગુનીયાના 183 કેસ નોંધાયા છે