Site icon Revoi.in

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન મકાનની ગેલેરી તૂટવાની ઘટનામાં AMCનો એસ્ટેટ વિભાગ જવાબદાર

Social Share

અમદાવાદઃ શહેરમાં રથયાત્રા દરમિયાન દરિયાપુર વિસ્તારમાં કડિયાનાકા પાસે એક જર્જરિત મકાનની ગેલેરી તૂટી પડતા એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે 37 જેટલા લાકોને ઈજાઓ થઈ હતી. રથયાત્રા દરમિયાન ગેલેરી તૂટી પડવાની દુર્ઘટના મામલે હવે રાજનીતિ શરૂ થઈ છે. એએમસીના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે,  મ્યુનિ.ના એસ્ટેટ વિભાગની બેદરકારીના કારણે દુર્ઘટના બની છે.. જેથી AMC દ્વારા મૃતકના પરિવારને 25 લાખ તેમજ ઇજાગ્રસ્તોને રૂપિયા 25,000નું વળતર આપવામાં આવે અને એસ્ટેટ વિભાગના જે-તે જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે.

એએમસીના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં દર વર્ષે જે રૂટ પર ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે છે, અગાઉ તે જ રૂટમાં આવતાં વિવિધ રસ્તા પર ભયજનક મકાનો હોય તો તેનો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવે છે. આ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા નોટિસ આપવામાં આવે છે. રથયાત્રા અગાઉ તે મકાનો ઉતારી લીધાં છે કે નહી તે જોવાની જવાબદારી એસ્ટેટ ખાતાની હોય છે પરંતુ, એસ્ટેટ ખાતું માત્ર નોટિસ આપી સંતોષ માની લે છે. અસંટેટ વિભાગે માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો હતો. કોઈ પગલાં લેવાયા નહતા.

તેમણે ઉમેર્યું હતું કે, શહેરમાં રથયાત્રા રૂટ પર દરીયાપુર કડિયાનાકા પાસે ભયજનક બિલ્ડીંગ હતું તો એસ્ટેટ ખાતા દ્વારા તે મકાનની નીચે ભીડ ન થાય કે લોકો તે મકાનમાં રથયાત્રા દરમિયાન ઉપર ના જાય જેવી વિવિધ બાબતોએ કોઇ ધ્યાન આપ્યું નથી, જેથી રથયાત્રા દરમિયાન અસ્માત સર્જાયો હતો. આ બાબતે મ્યુ.કોર્પો. દ્વારા એસ્ટેટ ખાતાના જવાબદાર જે તે અધિકારી કર્મચારી સામે તાકીદે કડક કાર્યવાહી કરવી જોઇએ. તેમજ આવા ભયજનક ઇમારતોનું સમયાંતરે નિયમિત તપાસ કરવી જોઇએ, જેથી આવી કોઇ દુર્ઘટના બને નહિ.