Site icon Revoi.in

યુરોપિયન યુનિયનના સાંસદનું પાકિસ્તાન પર નિશાન, ભારતમાં આતંકી ચંદ્ર પરથી નહીં પાડોશી દેશમાંથી આવે છે

Social Share

પોલેન્ડના નેતા અને યુરોપિયન યુનિયનના સાંસદ રિજાર્ડ જાર્નેકીએ કહ્યુ છે કે ભારમતાં આતંકવાદીઓ ચંદ્ર પરથી નહીં, પણ પાડોશી દેશમાંથી આવે છે. તેમણે કહ્યુ છે કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. આપણે ભારતમાં થનારા આતંકવાદી હુમલાને જોવાની જરૂરત છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ચંદ્ર પરથી આવતા નથી, પાડોશી દેશમાંથી આવે છે. આપણે કાશ્મીર મામલા પર ભારતનું સમર્થન કરવું જોઈએ.

આ સિવાય ઈટાલીના ગ્રુપ ઓફ યુરોપિયન પીપલ્સ પાર્ટી (ખ્રિશ્ચિયન ડેમોક્રેટ્સ)ના ફુલ્વિયો માર્ટુસિએલોએ કહ્યુ છે કે પાકિસ્તાને પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપી છે. પાકિસ્તાન એવું સ્થાન છે, જ્યાં આતંકવાદી આખા યુરોપામાં હુમલા કરવાનું ષડયંત્ર રચે છે. પાકિસ્તાન માનવાધિકારોનું ઉલ્લંઘન કરે છે.

આન પહેલા યુરોપિયન યુનિયન સંસદે ભારત અને પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દા પર વાતચીત કરવાની અપીલ કરી હતી. જેથી બંને દેશોની વચ્ચે શાંતિ જળવાયેલી રહે.