Site icon Revoi.in

કોરોનામાંથી સાજા થયા પછી પણ રહે છે માથાનો દુખાવો,આ ઘરેલું ઉપચાર કરી શકે છે કામ

Social Share

કોરોના જેવી મહામારીએ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોવિડ-19 થી કરોડો લોકો પ્રભાવિત થયા છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.ઘણા એવા પણ છે જેઓ કોરોના સામેની લડાઈ જીત્યા બાદ જીવિત છે અને ફરીથી પોતાનું જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે.આમાંથી ઘણા લોકો એવા છે કે જે કોરોનામાંથી સાજા થયા પછી પણ તેના લક્ષણો અનુભવતા રહે છે. મોટાભાગના લોકો નબળાઈની સમસ્યા અનુભવે છે.એટલું જ નહીં માથાનો દુખાવો પણ આવા લોકોને ખૂબ પરેશાન કરે છે. મલ્ટીવિટામિન્સનું સેવન કરવા છતાં લોકોમાં માથાનો દુખાવોની સમસ્યા હજુ પણ યથાવત છે.

આ માટે ડૉક્ટરની સલાહ પર દવા લઈ શકાય છે, પરંતુ દવાની અસર થઈ ગયા બાદ ફરીથી માથાનો દુખાવો પરેશાન થવા લાગે છે. તેના બદલે આવા ઘણા આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચાર છે, જેની મદદથી આ સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. જાણો અહીં તેમના વિશે …

તુલસીની ચા

માથાનો દુખાવો દૂર કરવા માટે તુલસીની ચાનું સેવન કરી શકાય છે. તુલસીના પાનને એક પ્રકારનો કુદરતી ઉપાય માનવામાં આવે છે.તે તંગ સ્નાયુઓને શાંત કરવામાં મદદ કરે છે. એક કપ પાણી ઉકાળો અને તેમાં તુલસીના પાન નાખીને ઉકળવા દો.હવે આ ચા ધીમે ધીમે પીઓ.જો તમે ઈચ્છો તો તેમાં થોડું મધ પણ ઉમેરી શકો છો.

વરાળ લો

માત્ર માથાનો દુખાવો જ નહીં, શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ પણ વરાળથી દૂર કરી શકાય છે.આ માટે આદુનો પાવડર લો અને તેને પાણીમાં ઉકાળો.હવે થોડી વાર આદુના પાણીની વરાળ શ્વાસમાં લો. ધ્યાન રાખો કે સ્ટીમ લેતી વખતે ચહેરો ગરમ પાણીની નજીક ન હોવો જોઈએ.તેનાથી ત્વચા પર ખરાબ અસર પડે છે.

આદુ થી મળશે રાહત

માથાનો દુખાવો દૂર કરવામાં આદુ મહત્વની ભૂમિકા ભજવે છે.તેને ખાવાથી અને લગાવીને બંનેનું સેવન કરી શકાય છે. એક ચમચી આદુનો પાવડર લો અને તેમાં બે ચમચી પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો.આ પેસ્ટને થોડીવાર કપાળ પર લગાવી રાખો. તે માથાના દુખાવાની દવાની જેમ કામ કરશે અને રાહત આપશે.