Site icon Revoi.in

શાહરુખ ખાનની ફિલ્મ ‘ડંકી’ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલા જ કરી કરોડોની કમાણી -ઓટીટી પ્લેટફોર્મ પર આ દિવસે કરાશે રિલીઝ

Social Share

મુંબઈઃ બોલિવૂડ કિંગખાનની ફિલ્મ જવાન તાજેતરમાં જ રિલીઝ થી હતી આ ફઇલ્મએ બોક્સ ઓફીસ પર શાનદાર કમાણ ીકરી છે હજી તો ફિલ્મ સિનેમાઘરોમાં ચાલી રહી છે તે પહેલા જ દર્શકો હવે અપકમિંગ ફિલ્મ ડંકીની રાહ જોઈ રહ્યા છે ડંકી ફિલ્મ આમતો ડિસેમ્બર એટલે કે ક્રિસમસમાં રિલીઝ થવાની છે જો કે ડંકી ફિલ્મના ઓટીટી રાઈટ્સને લઈને  મહત્વના સમાચાર સામે આવ્યા છે.

જાણકારી અનુસાર બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ચાહકો ડંકીને લઈને વઘુ ઇત્સુક છે જવાનની સફળતાએ હવે લોકોની નજર ડંકી પર રાખી છે.  ફિલ્મ ‘ડંકી’ છે જેનું નિર્દેશન હિન્દી સિનેમાના સૌથી સફળ દિગ્દર્શકોમાંથી એક રાજકુમાર હિરાની કરી રહ્યા છે.

ડંકી ફિલ્મ ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવેથી ચાહકો ડંકીને લઈને સુપર એક્સાઈટેડ થઈ ગયા છે. આ ફિલ્મ હજુ થિયેટરોમાં રિલીઝ થઈ નથી અને તેના OTT અધિકારોને લઈને સમાચાર સામે આવ્યા છે.

અભિનેતાની ડંકી ફિલ્મના OTT રાઇટ્સ વેચી દેવામાં આવ્યા છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. ડિંકીમાં ફેન્સ શાહરૂખ ખાન અને તાપસી પન્નુની જોડી જોવાના છે. ચાહકોને આ નવી જોડી ઘણી પસંદ આવશે. આ પહેલી ફિલ્મ હશે જેમાં શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાની સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં કિંગ ખાન સાથે તાપસી પન્નુ લીડ રોલમાં છે.

જાણકારી અનુસાર  જિયો સિનેમા દ્વારા ડંકી ઓટીટી રાઇટ્સ ખરીદવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ ડીલ 155 કરોડ રૂપિયામાં થઈ છે. એટલે કે ફિલ્મે રિલીઝ પહેલા જ 155 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

રિપોર્ટ્સનું માનીએ તો ડિજિટલ અને સેટેલાઇટ બંને રાઇટ્સ 230 કરોડ રૂપિયામાં વેચાયા છે. જો કે તેની સત્તાવાર માહિતી હજુ આપવામાં આવી નથી. કિંગ ખાન અને રાજકુમાર હિરાણી પહેલીવાર સાથે કામ કરશે શાહરૂખ ખાનની આગામી ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાની દ્વારા કરવામાં આવ્યું છે અને અભિજાત જોશી દ્વારા લખવામાં આવ્યું છે.

 

Exit mobile version