Site icon Revoi.in

વરસાદ પડે તો પણ તમારી સ્ટાઈલ બગડશે નહી,બસ ફોલો કરો આ ટિપ્સ

Social Share

વરસાદની ઋતુમાં જો સૌથી વધુ કોઈ વસ્તુની ચિંતા હોય તો તે છે સ્ટાઈલ અને ફેશનની. કારણ છે કે વરસાદમાં કપડાના મેલા થવાની સંભાવના વધારે રહેલી હોય છે. વરસાદની ઋતુમાં એવા કપડાં પસંદ કરવા જોઈએ કે જો તમે પહેરીને ભીના થઈ જાઓ તો પણ કોઈ સમસ્યા નહિ આવે. કારણ કે ઓફીસ જેવી જગ્યાએ જ્યાં તમારે લાંબા સમય સુધી બેસવું પડે, તો તે સારું રહેશે કે કપડાં ઝડપથી સુકાઈ જશે. આ મોસમમાં સુતરાઉ કપડાની પસંદગી કરવાનું ટાળો કારણ કે તેમાં સુકાવામાં વધુ સમય લાગે છે.

વરસાદ દરમિયાન એવા કપડા પહેરવા જેના પર ડાઘ ન દેખાય, કારણ કે હળવા રંગના કપડા પર કાદવ અને ગંદા પાણીના ડાઘ વધુ દેખાય છે. આ સીઝનમાં તમે જેકેટ અથવા હૂડી પણ પહેરી શકો છો. વળી કપડાના ફેબ્રિકનું પણ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ભીના કપડાથી ત્વચા પર ફંગલ થવાનું જોખમ રહેલું છે. આજ કાલ ફંગલ ઈન્ફેક્શનના કેસ પણ નોંધવામાં આવી રહ્યા છે.

વરસાદની ઋતુમાં જો વાત કરવામાં આવે સ્વાસ્થ્યની તો તેનું પણ ધ્યાન રાખવુ જોઈએ અને વરસાદની ઋતુમાં ક્યારેક ભેજવાળી હવા તો ક્યારેક સુકી હવા એવુ બે ઋતુ વાતાવરણ રહે તો બીમાર થવાની સંભાવનાઓ પણ વધી જાય છે.