Site icon Revoi.in

મહુવામાં ખાતમૂહુર્ત કર્યાને 10 વર્ષના વહાણા વીતિ ગયા છતાં શાક માર્કેટ બનાવનાનું મૂહુર્ત મળતું નથી

Social Share

ભાવનગરઃ જિલ્લાના મહુવા શહેર સમૃદ્ધ ગણાતુ હોવા છતાંયે વિકાસમાં ખૂબ પાછળ રહ્યું છે, જેમાં સ્થાનિક તંત્રની બેદરકારી પણ જવાબદાર છે. મહુવા નગરપાલિકા દ્વારા વર્ષ 2013માં રૂપિયા 259 લાખના ખર્ચે વાસી તળાવ પાસે ગાધકડા બજાર નજીક અદ્યતન નવી શાક માર્કેટ બનાવવાની જાહેરાત કર્યા બાદ  ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. અને ત્યારબાદ શાક માર્કેટનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું, જેને 10 વર્ષના વહાણા વિતી ગયા હોવા છતા આજ સુધી શ્યામાપ્રસાદ મુખર્જી વેજીટેબલ માર્કેટનુ કોઇ કામ શરૂ થયુ નથી.શાકમાર્કેટનું કામ આજ સુધી શરૂ ન થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મહુવાની જુની શાક માર્કેટ શહેરના દરબારગઢ વિસ્તાર જુના ગામની મધ્યમાં આવેલી છે. સોસાયટી વિસ્તારથી આ શાકમાર્કેટ ખૂબજ દુર પડતી હોય સમય જતા સેક્રેટરીએટ બિલ્ડીંગની પાછળના અને કુબેરબાગ તરફ જતા રસ્તાની બન્ને બાજુ શાકભાજી વેચનારા ફેરિયાઓ અને પથરણાવાળા બેસીને ધંધો કરી રહ્યા છે. આજે આ શાક માર્કેટ સવારથી જ શરૂ થઇ જાય છે. અહી પુરતી સગવડ નથી. તેમજ ટ્રાફિકના પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે.  શહેરના નગરપાલિકાના સત્તાધિશોએ વાસીતળાવ પાસે 27 હજાર ચો.ફુ. જગ્યામાં શ્યામાપ્રસાદ મુખર્જી વેજીટેબલ માર્કેટ બનાવવાનું તા.1/5/2013ના જાહેર કરીને તેનું વાજતે-ગાજતે ખાતમુહૂર્ત પણ કર્યું હતું. નવ નિર્મિત શાકમાર્કેટમાં 12 હજાર ચો.ફુ. પાર્કિગ, અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં 7.5 X 9 ની સાઇઝના 69 સ્ટોર 1500 ચો.ફુ.માં બાંધકામની જાહેરાત કરવામાં આવી હતી. અને જે-તે સમયે તેનો અંદાજીત ખર્ચ રૂ.259 લાખ નક્કી કરાયો હતો. પરતું આ વાતને 10 વર્ષનો સમય વીતિ ગયો હોવા છતાં હજુ કામ શરૂ કરવાનું મુહૂર્ત મલ્યું નથી,

અત્રે ઉલ્લેખનિય છે. કે, મહુવામાં સૌથી જુની શાકમાર્કેટ દરબાગઢ વિસ્તારમાં આવેલી છે જેમાં અંદાજીત 80 જેટલા પાથરણા અને થડાવાળા શાકભાજી વેચી રહ્યાં છે. જ્યારે સેક્રેટરીય બીલ્ડીંગ પાછળ અને જનતા પ્લોટમાં આવેલી ફુટપાથ ઉપરની શાકમાર્કેટમાં અંદાજીત 200 જેટલા પાથરણા પાથરી શાકભાજી વેચી રહ્યાં છે.