Site icon Revoi.in

શંકાના આધારે EVM પર ન આપી શકાય આદેશ, સુપ્રીમે ચૂકાદો રાખ્યો સુરક્ષિત

Social Share

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં નોંધાયેલા 100 ટકા વોટને VVPAT સ્લિપ સાથે મેચ કરવાની માગણી પર સુનાવણી કરતા જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે બુધવારે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને અમે તેને નિયંત્રિત કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મામલામાં સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

અમે કોઇ બંધારણીય સંસ્થાને નિયંત્રિત કરી શકતા નથીઃ કોર્ટ

કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અમે શંકાના આધારે આદેશ જારી કરી શકીએ નહીં. તમે જે રિપોર્ટ પર વિશ્વાસ કરી રહ્યાં છો તે જણાવે છે કે અત્યાર સુધી હેકિંગની કોઈ ઘટના બની નથી. અમે કોઈપણ અન્ય બંધારણીય સત્તાને નિયંત્રિત કરતા નથી. અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી.

વકીલે કહ્યું કે અયોગ્ય પ્રોગ્રામ ચૂંટણી ચિન્હ સાથે લોડ કરવામાં આવે તો શું ?

જસ્ટિસ ખન્નાએ એમ પણ કહ્યું કે ચૂંટણી પંચના અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પ્રોગ્રામ લોડ કરી રહ્યા નથી. તેઓ માત્ર ચૂંટણી ચિન્હ અપલોડ કરી રહ્યા છે, જે ઇમેજ ફાઇલ છે. વકીલે કહ્યું કે જો કોઈ અયોગ્ય પ્રોગ્રામ ચૂંટણી ચિન્હ સાથે લોડ કરવામાં આવે તો શું? તેમણે કહ્યું કે ફ્લેશ મેમરી રિપ્રોગ્રામેબલ નથી તેવું કમિશનનું નિવેદન સંપૂર્ણપણે ખોટું છે.

ચૂંટણી પંચની દલીલ

આ વાત પર ચૂંટણી પંચ કહે છે કે ફ્લેશ મેમરીમાં કોઈ કાર્યક્રમ નથી અને માત્ર ચૂંટણી ચિન્હો છે. તેઓ ઇમેજ સ્ટોર કરી રહ્યાં છે, સોફ્ટવેર નહીં. જ્યાં સુધી કંટ્રોલ યુનિટ (CU) માં માઇક્રોકન્ટ્રોલરનો સંબંધ છે, તે પક્ષના નામ અથવા ઉમેદવારના નામને ઓળખતો નથી. તે બેલેટ યુનિટ પરના બટનોને ઓળખે છે. EVM બનાવતી કંપનીને ખબર નથી કે કયું બટન કઈ પાર્ટીને ફાળવવામાં આવશે.