Site icon Revoi.in

અધિક મદદનીશ સિવિલની જગ્યા માટે 11 મહિના પહેલા પરીક્ષા આપી પણ હજુ પરિણામ આવ્યું નથી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની મોટી ફોજ છે. શિક્ષિત બેરોજગાર યુવાનો વિવિધ ભરતીની પરીક્ષા આપ્યા બાદ તેના પરિણામની ચાતક નજરે રાહ જોતા હોય છે. પરંતુ ભરતી અંગે પરીક્ષા આપ્યાના મહિનાઓ બાદ પણ પરિણામ જાહેર ન થાય ત્યારે યુવાનો નિરાશ થતા હોય છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 11 મહિના પહેલા અધિક મદદનીશ સિવિલની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ કહેવાય છે. કે, કોર્ટ કેસને કારણે પરીક્ષાનું પરિણામ જાહેર થયું નથીય અને ઉમેદવારો ચાતક નજરની જેમ પરીક્ષાના પરિમામની રાહ જોઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ઘણીબધી સરકારી કચેરીઓમાં વહિવટ કામ ધીમી ગતિએ ચાલતું હોય છે. કેટલાક વિભાગમાં ખાલી પડેલી જગ્યા માટે પરીક્ષા લેવામાં આવી હોવા છતા પરિણામ જાહેર કરવામાં આવતુ નથી. કેટલીક પરીક્ષાઓમાં કોર્ટ કેસ થતા ઉમેદવારો ઉંમરની સીમાં પાર કરી નાખે છે. 11 મહિના પહેલા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ સિવિલની પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ કોર્ટ કેસ થતા તેનુ પરિણામ ઘાંચમાં પડ્યુ છે. ઉમેદવારો પરિણામ જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે.

પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીમાં રજુઆત કરવા માટે આવેલા ઉમેદવારો જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચૂંટણી સમયે  વચનો આપે છે. જેમાં કરોડો યુવાનોને રોજગાર આપવાનુ પણ વચન આપવામાં આવે છે. સરકારમાં ખાલી પડેલી જગ્યાઓ વર્ષોથી ભરા તી નથી, પરંતુ જાહેરાત બહાર પાડવામાં આવે છે. કેટલાક કિસ્સામાં પરીક્ષાઓ પણ લેવાય છે. પરંતુ ક્યાંક પેપર ફૂટવાના કારણે અથવા ક્યાંક કોર્ટ કેસ થવાના કારણે પરીક્ષાનુ પરિણામ જાહેર થતુ નથી. તેના કારણે અનેક નોકરીવાચ્છુ યુવાનોનુ ભવિષ્ય ધુંધળુ બની જાય છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 11 મહિના પહેલા અધિક મદદનીશ સિવિલની પોસ્ટ માટેની પરીક્ષા લેવાઈ હતી. ફોર્મ ભરાયા પછી પરીક્ષા પાંચ મહિનામાં લેવાઇ ગઇ હતી. પરંતુ પરિણામ જાહેર કરાયુ નથી. પરીક્ષામાં કોર્ટ કેસ થયા પછી અત્યાર સુધી 15 મુદત પડી છે. પરંતુ એકપણ વખતે સુનાવણી હાથ ધરાઇ નથી. ફાઇનલ આન્સર કી અને પ્રોવિજનલ રીઝલ્ટ આપવામાં આવ્યુ નથી. અનેક ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રજૂઆત માત્ર ધક્કો સાબિત થાય છે. આ કોર્ટ કેસની સુનાવણી પુરી કરીને પરીક્ષાનુ પરિણામ જાહેર કરવા ઉમેદવારોમાં માંગ ઊઠી છે.