1. Home
  2. Tag "no"

અધિક મદદનીશ સિવિલની જગ્યા માટે 11 મહિના પહેલા પરીક્ષા આપી પણ હજુ પરિણામ આવ્યું નથી

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની મોટી ફોજ છે. શિક્ષિત બેરોજગાર યુવાનો વિવિધ ભરતીની પરીક્ષા આપ્યા બાદ તેના પરિણામની ચાતક નજરે રાહ જોતા હોય છે. પરંતુ ભરતી અંગે પરીક્ષા આપ્યાના મહિનાઓ બાદ પણ પરિણામ જાહેર ન થાય ત્યારે યુવાનો નિરાશ થતા હોય છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 11 મહિના પહેલા અધિક મદદનીશ સિવિલની ભરતી માટે પરીક્ષા […]

કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથીઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ લોકસભામાં સામાન્ય બજેટ 2023-24 પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. બજેટ 2023-24 ના સાર વિશે બોલતા, નાણામંત્રીએ કહ્યું કે, બજેટ રાજકોષીય સમજદારીની મર્યાદામાં ભારતની વિકાસ આવશ્યકતાઓની જરૂરિયાતોને સંતુલિત કરે છે. નાણામંત્રીએ લોકસભામાં કહ્યું કે, કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારો […]

અમદાવાદ મ્યુનિનો રખડતા ઢોર પકડવા માટે પ્રતિદિન એક લાખનો ખર્ચ છતાં યોગ્ય કામગીરી થતી નથી

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને પકડવા માટે પ્રતિદિન એક લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં પણ શહેરમાંથી રખડતા ઢોરની સમસ્યા દુર કરી શકાઈ નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર નિયંત્રણ વિભાગની કામગીરી મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના પદાધિકારીઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. શહેરમાં રખડતા ઢોર પકડવા માટે 21 ટીમો પાછળ રોજનો એક લાખ રૂપિયા […]

સુરતમાં કાપડ માર્કેટે નવા વર્ષનું મૂહુર્ત કર્યું પણ ઘરાકી નિકળવામાં હજુ 15 દિવસ થશે

સુરતઃ દેશભરમાં સુરતનો કાપડ ઉદ્યોગ જાણીતો છે. શહેરની કાપડ માર્કેટમાં માત્ર ગુજરાતના જ નહીં પણ અન્ય રાજ્યોના વેપારીઓ પણ કાપડની ખરીદી કરવા માટે આવતા હોય છે. દિવાળી પહેલા કાપડ માર્કેટના વેપારીઓએ સારોએવો કારોબાર કર્યો હતો. અને દિવાળીના પાંચ દિવસના વૅકેશન બાદ લાભપાંચમથી  સુરતની કાપડ માર્કેટો ખુલ્લી ગઈ છે, પરંતુ માર્કેટમાં બહારગામના વેપારીઓની પાંખી હાજરી જણાઇ […]

ગાંધીનગર જિલ્લામાં મંજુરી વિના બોર – કૂવા બનાવાશે તો ફોજદારી કાર્યવાહી કરાશે,

ગાંધીનગરઃ રાજ્યમાં બોર-કૂવા બનાવવા માટે સરકારની મંજુરી લેવી જરૂરી છે. અને તેના માટે માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી છે. દેશમાં ખૂલ્લા બોરમાં બાળકો પડી જવાના બનાવો વધા રહ્યા છે. ત્યારે આવા બનાવો બનતાં અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે પણ માર્ગદર્શિકા આપી છે. જેના પગલે ગાંધીનગર જિલ્લામાં પરવાનગી વિના બોર કૂવો બનાવનારા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ […]

પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોને ગુજરાત ચેમ્બર સમર્થન નહીં આપેઃ પ્રમુખ પથિક પટવારી

અમદાવાદઃ પ્રદુષણને ફેલાવતા ઉદ્યોગોને સમર્થન નહીં આપવાની જાહેરાત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું. તેમજ તેમણે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે જી-હબ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સર્વિસ પોલીસી લાવવા માટે પણ સરકાર સમક્ષ અપીલ કરી હતી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના નવા પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, […]

જામનગરના બેડી બંદરનો વિકાસ રાજકીય ઈચ્છા શક્તિના અભાવે થઈ શક્તો નથી

જામનગર : ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. ગુજરાત સદીઓથી વેપાર-વણજ માટે વહાણવટા સાથે જોડાયેલુ છે. એક જમાનો હતો કે, ખંભાત, ધોલેરા, ભાવનગરથી લઈને જામનગર અને કચ્છ સુધીના બંદરો 24 કલાક વહાણવટાથી ધમધામતા હતા હતા. કાળક્રમે અનેક બંદરો બંધ થઈ ગયા.જેમાં ખંભાત અને ધોલેરા સહિતના કેટલાક બંદરો કૂદરતી સ્થિતિ એવી સર્જાતા બંધ થયા હતા. […]

કપરાડાના ખાતુનિયા ગામે શાળામાં ઓરડાના અભાવે બાળકો ખૂલ્લાંમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે

વલસાડ :  રાજ્યના છેવાડાના અંતરિયાળ  વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડના અંતરિયાળ કપરાડા તાલુકાની એક પ્રાથમિક શાળામાં આજે પણ ઓરડાના અભાવને કારણે બાળકોએ ખુલ્લામાં ઓટલા પર અને ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાતુનીયા ગામમાં 1થી8 ધોરણની શાળામાં માત્ર ત્રણ ઓરડા છે, જેમાં બે ઓરડા જર્જરિત […]

કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકામાં ચીફ ઓફિસર મુકાતા નથી, ઠેર ઠેર કચરાના ઢગલાં

રાધનપુર : શહેરની નગરપાલિકામાં ચીફ ઓફિસર અને એસઆઈની અગત્યની પોસ્ટ ખાલી હોવાને પગલે રાધનપુર શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે,  શહેરના માર્ગો પર ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાં, તેમજ ગટરના રેલાતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોગ્રેસ સાશિત નગરપાલિકાના સત્તાધીશોએ પણ અનેક વખત ગાંધીનગર પ્રાદેશિક કચેરી તેમજ મંત્રીઓને પણ અનેક રજુઆતો કરી હોવા […]

અમદાવાદમાં જાહેર બાગ-બગીચા બહાર પાર્કિંગની વ્યવસ્થાને અભાવે લોકોને પડતી મુશ્કેલી

અમદાવાદઃ  શહેરમાં લોકોને હરવા-ફરવા અને મનોરંજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાગ-બગીચાઓ બનાવવામાં આવ્યા છે. પરંતુ વાહન પાર્કિગની સુવિધા જ આપવામાં આવી નથી. વાહન માટે પાર્કિગ ન હોવાથી નાછૂટકે વાહન ચાલકોએ રોડ પર અથવા ફૂટપાથ પર પાર્કિગ કરવું પડે છે. રોડ પર વાહન પાર્ક થયેલું જોઈ ટ્રાફિક પોલીસ વાહનને ટો અથવા લોક મારી દે છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code