1. Home
  2. Tag "no"

અમદાવાદમાં હજુ 41 શાળાઓ પાસે ફાયર એનઓસી નથી,ડીઈઓ પગલા ભરશે

અમદાવાદ: શહેરમાં ખાનગી અને સરકારી શાળાઓમાં ફાયરના નિયમાનુંસારના ઉપકરણો લાગેલા હોવા જોઈએ. કોરોના કાળ બાદ હાલ બાલમંદિરથી લઈને તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય ઓફલાઈન ચાલુ થઈ ગયું છે. ત્યારે બાળકોની સલામતી માટે ફાયર એનઓસી ન હોય તેવી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.થોડા દિસ પહેલા જ  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને 15 શાળાઓ પાસે ફાયર NOC નહિ હોવાને […]

ભારત ઉપર ઓમિક્રોનનું સંકટઃ 80 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી

દિલ્હીઃ ભારતમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 161થી વધારે કેસ નોંધાયાં છે. જે પૈકી 13 ટકા કેસમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા, જ્યારે 80 ટકામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. લગભગ 44 ટકા દર્દીઓ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં […]

અલંગ તરફ આવી રહેલા બે જહાજ સાથે સંદેશાનો સંપર્ક ન થતાં એજન્સીઓ સતર્ક બની અને અંતે….

ભાવનગરઃ ગુજરાતમાં 1600 કિ.મીનો દરિયા કિનારો આવેલો છે. અને દુશ્મન દેશ પાકિસ્તાનની દરિયાઈ સરહદ નજીક હોવાથી મરીન પોલીસ ઉપરાંત કોસ્ટગાર્ડને પણ સતત એલર્ટ પર રાખવામાં આવે છે, તાજેતમાં અલંગ શિપ યાર્ડમાં ભંગાણ માટે આવી રહેલા બે જહાજોની કોમ્યુનિકેશનની સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. દરમિયાન રડાર દ્વારા જહાજનો સંપર્ક કરવા છતાં કોઈ જ જવાબ ન મળતા […]

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઊજવણી માટે પાર્ટી પ્લોટ્સ, ફાર્મ હાઉસોને મંજુરી અપાશે નહીં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર ફરીવાર નિયંત્રણો લાદવાનું વિચારી રહી છે. બીજીબાજુ જાહેર સમારોહમાં વધુ મેદની એકઠી ન કરવા અપિલ કરવામાં આવી છે. તેમજ નાતાલનું પર્વ પણ કોરોનાની ગાઈડલઈનના પાલન સાથે ઊજવવા સરકારે અપિલ કરી છે. શહેરના ઘણાબધા યુવાનો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઊજવણીની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે […]

સંસાધનો ઉપર ખાસ લોકોનો કબજો હોવાથી પાકિસ્તાનમાં કાનૂન રાજ નથીઃ ઈમરાન ખાન

દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સ્વીકાર્યું છે કે અમુક લોકો દ્વારા સંસાધનો પર કબજો કરવામાં આવ્યો છે જેથી પાકિસ્તાનમાં કાનૂનનું રાજ નથી.  ઈમરાને અમેરિકન મુસ્લિમ વિદ્વાન શેખ હમઝા યુસુફ સાથેના ઓનલાઈન ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. શેખ હમઝા યુસુફ કેલિફોર્નિયામાં જેતુના કોલેજના વડા પણ છે. પાકિસ્તાનમાં હજારો આતંકવાદીઓ સક્રિય હોવાનું પણ અગાઉ ઈમરાન ખાને […]

CBSEની ધો.10, 12ની પ્રથમ ટર્મની પરીક્ષાના વર્ગ ખંડમાં 22થી વધુ પરીક્ષાર્થીઓને બેસાડી શકાશે નહીં

અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન  બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પ્રથમ ટર્મની પરીક્ષા મંગળવારથી લેવામાં આવશે. ત્યારે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટે વિદ્યાર્થીઓની વર્ગ વ્યવસ્થાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એક વર્ગમાં મહત્તમ 22 વિદ્યાર્થીને જ પરીક્ષા માટે બેસાડવાના રહેશે. જો કોઈ સ્કૂલ દ્વારા […]

અન્ય રાજ્યમાં બદલીપાત્ર કર્મચારીઓને પોતાના વાહનોનું રિ-રજિસ્ટ્રેશન કરવવું નહીં પડે

અમદાવાદઃ દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બદલી થતાં કે અન્ય રીતે ટ્રાન્સફર થતાં કર્મચારીઓ કે વેપારીઓના વાહનોનું રિ-રજિસ્ટ્રટેશન કરાવવું પડતુ હતું. અને ખૂબ મુશ્કેલી પડતી હતી. આથી હવે કોઇપણ રાજ્યમાં રી રજિસ્ટ્રેશન વિના વાહન ફેરવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ભારત સિરીઝ (BH) હેઠળ વાહનોનું રજિસ્ટ્રેશન ગુજરાતમાં પણ શરૂ કરી દેવામાં […]

અમરેલી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કરાવ્યો પણ સરકારે સહાય નહીં આપતા ખેડુતોમાં રોષ

અમરેલીઃ જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે  કપાસ  મગફળી સહિતના ફરીફ પાકને નુકસાન થયું હતું. પાછોતરો વરસાદ ખેડૂતો માટે મુસીબત બની ગયો હતો. શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેને લઇને સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય મળી નથી. આથી […]

ગાંધીનગરમાં ફાયર NOC ન હોય તેવા બિલ્ડિંગોને સીલ કરી પાણીના જોડાણો કાપી નંખાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ઘણીબધી રહેણાક સોસાયટીઓ અને બિલ્ડિંગો છે, કે ફાયરની સુવિધા ઘરાવતા નથી કે, ફાયરની એનઓસી પણ લીધી નથી.  શહેરી વિસ્તારમાં એમાંય ખાસ કરીને કુડાસણ-રાયસણ જેવા ન્યુ ગાંધીનગરમાં ત્રણ ત્રણ વખત નોટિસો આપવા છતાં ફાયર સેફ્ટીની સુવિધાઓ ઊભી નહીં કરતાં એનઓસી વિનાની 17 રહેણાંક બિલ્ડીંગોનાં પાણીનાં કનેક્શન કાપી નાખી તેને સીલ કરવાં સુધીના પગલાં […]

ગુજરાતમાં ખાતરની કોઈ અછત નહીં હોવાનો કૃષિ પ્રધાન રાધવજી પટેલનો દાવો

અમદાવાદઃ ગુજરાતમાં ખાતરના ભાવમાં વધારાના પગલે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન ખાતર નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, રાજ્યના કૃષિ મંત્રીએ રાજ્યમાં ખાતરની કોઈ અછત નહીં હોવાનો દાવો કર્યો હતો. તેમજ ખાતર માટે કેન્દ્ર સરકાર પાસેથી યોગ્ય રાહત મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, હાલ રવિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code