Site icon Revoi.in

હેન્ડ સેનિટાઈઝરનો વધારે પડતો વપરાશ નોતરી શકે છે અનેક બીમારીઓને

Social Share

કોરોના કાળમાં વારંવાર સાબુથી હાથ ધોવાને બદલે લોકો સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. સેનિટાઈઝરથી હાથમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે. જો કે, હેન્ડ સેનેટાઈઝરનો વધારે પડતો ઉપયોગ ચામડીની બીમારીઓને આમંત્રણ આપવા સમાન હોવાનું તબીબો માની રહ્યાં છે.

કોરોના કાળમાં લોકો પોતાના આરોગ્યને લઈને વધારે જાગૃત બન્યાં છે. તેમજ સફાઈને વધારે મહત્વ આપતા થયાં છે. જેથી કોઈ પણ વસ્તુને હાથ લગાવ્યાં લોકો હાથ સેનેટાઈઝ કરવાનું પસંદ કરે છે. પહેલા લોકો સાબુથી હાથ ધોતા હતા પરંતુ હવે મોટાભાગના લોકો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરે છે. હેન્ડ સેનિટાઇઝર આપણા હાથમાંથી જંતુઓ અને બેક્ટેરિયાને દૂર કરવાની સાથે  હાથમાંથી આવતી ગંધને પણ દૂર કરે છે. જો કે, કોરોના કાળમાં લોકો વધારે માત્રામાં હેન્ડ સેનિટાઈઝનો ઉપયોગ કરતા થયાં છે. વધારે પડતા હેન્ડ સેનિટાઈઝરના વપરાશથી આરોગ્યને કેટલીક અસરો પણ થાય છે.

હેન્ડ સેનિટાઈઝરમાં ટ્રાઈક્લોસાન નામનું કેમિકલ હોય છે. જે હાથની ચામડીને સુકી કરવાની સાથે તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી ત્વચામાં ભળ્યા બાદ લોહીમાં ભળી જાય છે. જેથી સ્નાયુઓને નુકસાન થવાની શકયતાઓ છે.

હેન્ડ સેનિટાઈઝરમાં બેંજાલકોનિયમ ક્લોરાઈડ હોય છે. જે હાથમાં રહેલા નાના જીવાણુ અને બેક્ટેરિયાનો નાશ કરે છે. જો કે, વધારે પડતો ઉપયોગ કરવાથી ચામડીમાં બળતરા અને ખંજવાળની સમસ્યા ઉભી થવાની શકયતાઓ રહેલી છે.

બજારમાં હાલ વિવિધ સુગંધવાળા સેનિટાઈઝર મળે છે. સેનિટાઈઝરમાં સુગંધ માટે ફૈથલેટ્સ નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આવા સેનિટાઈઝરના વધારે પડતા વપરાશથી લીવર, કિડની, ફેફસાં અને પ્રજનન તંત્રને નુકસાન થવાની સંભાવના છે.

સેનિટાઈઝરમાં આલ્કોહોલ હોય છે. જે માસુમ બાળકોના આરોગ્યને પણ અસર કરતી હોવાનું મનાય છે. સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ બાળકોની ઈમ્યુંનીટી પણ ઘટાડે છે.