સોશિયલ મીડિયાના ઉપયોગ અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, સોશિયલ મીડિયા બાળકોને નુકસાન પહોંચાડે છે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તેવો દાવો તાજેતરમાં જ મેટાના સીઈઓએ તાજેતરમાં કર્યો હતો જો કે, તાજેતરના અભ્યાસો અને સંશોધનોએ ધ્યાન દોર્યું છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કિશોરોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. ખાસ કરીને ટીનેજરોના માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયાની અસર વિશે ઊંડી ચર્ચા ચાલી રહી છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને કારણે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, હતાશા અને શૈક્ષણિક પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ અભ્યાસ અનુસાર, સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવાથી માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી અને વિદ્યાર્થીઓને માનસિક દબાણનો સામનો કરવો પડ્યો.
• છોકરીઓ પર સોશિયલ મીડિયાનો વધુ પ્રભાવ
લેન્સેટ ચાઈલ્ડ એન્ડ એડોલેસેન્ટ હેલ્થમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ ખાસ કરીને છોકરીઓમાં મજબૂત છે. અભ્યાસ મુજબ, જ્યારે છોકરીઓ સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરે છે અને તે તેમને સાયબર ધમકી, અપૂરતી ઊંઘ જેવી સમસ્યાઓનું કારણ બને છે, જે તેમના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. તે જ સમયે, છોકરાઓ પર આવી અસર જોવા મળી નથી.
• ડિપ્રેશનથી બચવાના ઉપાયો
નિષ્ણાંતોનું માનવું છે કે ડિપ્રેશન અને ચિંતાથી બચવા માટે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. જો તમે સોશિયલ મીડિયા પર બીજાને તમારા કરતાં વધુ ખુશ અથવા વધુ સફળ જુઓ છો, તો તે માનસિક દબાણનું કારણ બને છે. આ સિવાય સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી અપનાવવી પણ જરૂરી છે.