Site icon Revoi.in

EXERCISE: પગના સ્નાયુઓને મજબૂત કરવા માટે કરો આટલું

Social Share

ક્યારેક માણસનો મૂડ અને સ્વભાવ પણ એટલા માટે ખરાબ થઈ જતો હોય છે તેના પાછળનું કારણ પણ આ પ્રકારના દુખાવા હોઈ શકે છે. પણ કેટલાક પ્રકારની કસરત સુખાકારી અને મૂડમાં સુધારો કરે છે, થાકની લાગણી દૂર કરે છે, થાકની પ્રતિક્રિયા આપે છે. જો તમે દરરોજ કસરત કરવાથી તે શરીરની કાર્યક્ષમતામાં સુધારો કરશે, અને દેખાવને અસર કરશે.

લોકો સવારે ગાર્ડનમાં ચાલવા અને દોડવા જાય છે. એમાંથી કેટલાક લોકો એવા હોય છે ગાર્ડનમાં બનાવેલા પેવર બ્લોકના રોડ પર જ દોડવા લાગે છે. જો તમે પણ આવું કરતા હશો તો ઘૂંટણના દુખાથી પીડાશો. ખેલ જગતના તજજ્ઞોનું માનીએ તો કોઈ કડક જમીન પર દોડવાથી ઘૂંટણો પર ખરાબ અસર પડે છે. માટે રનિંગ ટ્રેક અથવા ઘાસના મેદાન પર જ દોડવું જોઈએ જેથી ઘૂંટણ મજબૂત બને.

આ એક્સર્સાઈઝ કરવાની સલાહ જિમમાં પણ આપવામાં આવે છે. આ કસરત કરવાથી પગ અને ઘૂંટણની નસો ખુલી જાય છે અને માંસપેશીઓને રાહત મળે છે. આ ઉપરાંત કોઈ નસ સામાન્ય ખેંચાઈ જવાથી થતાં દુખાવામાંથી પણ રાહત અપાવે છે. આ કસરત અઠવાડિયામાં રોજ 10-15 વખત કરી શકો છો.

આ કસરતમાં પગને પાછળની બાજુ ઘૂંટણ તરફ વાળો. સૌથી પહેલા એક ખુરશીને તમારી આગળ રાખો. ખુરશી પકડીને સીધા ઊભા રહો. હવે એક પગને પાછળની બાજુ વાળીને હિપ્સ સુધી લાવવાનો પ્રયાસ કરો. ત્યાર પછી બીજા પગે પણ આ જ રીતે કરો. આ કસરત ઘરે પણ કરી શકાય છે. આ કસરત કરવાથી પગનો દિવસભરનો થાક દૂર થશે.