Site icon Revoi.in

કેશોદ તાલુકામાં વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

Social Share

કેશોદ: ચોમાસામાં વધુ પડતા વરસાદના કારણે તળાવો ચેકડેમોમાં પાણી ન સુકાતા, ખોરાક ન મળતા વિદેશી પક્ષીઓ ભારતની ધરતીમાં પ્રકૃતિનો આનંદ માણવા ખુલ્લા ખેતરમાં મુક્ત વિહરતા જોવા મળ્યાં. શિયાળામાં દર વર્ષે અનેક વિસ્તારોમાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. હાલના વર્ષે શિયાળની ભારતીય આબોહવાનો આનંદ માણવા ભારતની ધરતીમાં વિવિધ વિસ્તારોમાં  વિદેશી પક્ષીઓ મહેમાન બને છે.

સરેરાશ દર વર્ષે શિયાળાની શરૂઆતમાં વિદેશી પક્ષીઓ આપણાં દેશમાં વિવિધ સ્થળોએ મહેમાન બનેછે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાલ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાય છે ગુજરાત રાજ્યમાં શિયાળાની આબોહવા વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ ગણાતી હોવાથી પશ્ચિમ એશિયા સહિત રશિયા અને સાયબેરીયન વિસ્તારના આ રંગબેરંગી અને વિવિધ જાતના પક્ષીઓ ભારતની ધરતી પર ઉતરી આવે છે.

આ વિદેશી પક્ષીઓ નળસરોવર સહિત ગુજરાતના અનેક જિલ્લામાં શિયાળો ગાળવા આવે છે આ વિદેશી પક્ષીઓ શિયાળાના ચાર મહિના ગુજરાતમાં પસાર કરી પોતાના પ્રણયકાળ દરમ્યાન પોતાના ઈંડામાંથી થયેલ બચ્ચા સાથે પોતાના વતનમાં પરત ફરેછે વિદેશી પક્ષીઓનું વધુ પડતા શિયાળાની શરૂઆતથી જ આગમન થાયછે પણ હાલના વર્ષે કમોસમી વરસાદના કારણે અનેક ચેકડેમો તળાવોમાં હજુ પણ પાણી સુકાયા નથી ત્યારે હાલના વર્ષે વિદેશી પક્ષીઓનું ભારતની ધરતી પર થોડુ મોડુ આગમન થયુ હોય તેવુ અનુભવાઈ રહયુંછે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા એક ખેતરમાં વિદેશી પક્ષીઓ ખુલ્લા ખેતરમાં મુક્ત વિહરતા જોવા મળી રહ્યા છે