Site icon Revoi.in

ઇરાકના ઇરબિલ એરપોર્ટ પર વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને કર્યો હુમલો, બે મહિના પછી પ્રથમ હુમલો

Social Share

દિલ્હી:ઉત્તરી ઇરાકના ઇરબિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે મોડી રાત્રે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ એરપોર્ટ અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધન સૈનિકોનું રહેઠાણ છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. કુર્દ શાસિત પ્રદેશમાં સુરક્ષા દળો અને અધિકારીઓએ આ માહિતી આપી હતી. કુર્દિસ્તાનની કાઉન્ટર ટેરરિઝમ સર્વિસે જણાવ્યું હતું કે,વિસ્ફોટકો વહન કરતા ઓછામાં ઓછા બે ડ્રોન એરપોર્ટને નિશાન બનાવ્યા હતા. તેણે કહ્યું કે હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.

અર્ધ-સ્વાયત્ત ઉત્તરીય પ્રદેશના પ્રવક્તા લૌક ગફુરીએ કહ્યું કે,વિસ્ફોટકોથી ભરેલું ડ્રોન એરપોર્ટની બહાર આવી નીચે પડ્યું. તેમણે હુમલાને કારણે ફ્લાઇટ્સ પ્રભાવિત થયા હોવાના અહેવાલોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે,એરપોર્ટ ખુલ્લું છે અને કુર્દ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ ચાલી રહી છે. બગદાદમાં યુએસની હાજરી અને ઇરાકમાં લશ્કરી મથકોને નિશાન બનાવતા ડ્રોન અને રોકેટ હુમલા વચ્ચે બે મહિનાના મૌન બાદ આ પહેલો હુમલો છે.

હજુ થોડા સમય પહેલા સુધી વારંવાર હવાઈ હુમલા કરવામાં આવતા હતા. અમેરિકાએ આ હુમલા માટે ઈરાન સમર્થિત લશ્કરોને જવાબદાર ઠેરવ્યા હતા. તાજેતરમાં, હુમલાઓને વધુ સાવધાનીથી કરવા લાગ્યા. આ દરમિયાન આતંકવાદીઓએ કત્યુષા રોકેટને બદલે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો. અમેરિકી સેના આ વર્ષના અંત સુધીમાં ઈરાકમાં ચાલી રહેલા અભિયાનનો અંત લાવશે. પરંતુ ઇરાકી સેનાને તાલીમ અને સલાહ આપવાનું કામ શરૂ જ રહેશે. હાલમાં ઈરાકમાં 2500 યુએસ સૈનિકો તૈનાત છે. તેમનું કામ સ્થાનિક બળને ઇસ્લામિક સ્ટેટના બાકીના આતંકવાદીઓ સામે લડવામાં મદદ કરવાનું છે.