Site icon Revoi.in

75થી વધારે દેશમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદનની નિકાસઃ રાજનાથસિંહ

Social Share

નવી દિલ્હીઃ ભારત ડ્રોન, સાયબર ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે. તેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. ભારતની સંરક્ષણ નિકાસ છેલ્લાં પાંચ વર્ષમાં આઠ ગણી વધી છે અને તે હવે, 75થી વધુ દેશોમાં નિકાસ કરી રહી છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, દેશમાં એક મજબૂત સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહી છે, જેના કારણે ભારત એક નવી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે અને તાજેતરના વર્ષોમાં સંરક્ષણ નિકાસ કરતા દેશ તરીકે આગળ વધી રહ્યું છે.

નવી દિલ્હીમાં એમ્બેસેડર્સ કોન્ફરન્સને સંબોધતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે દેશની વિશાળ વસ્તી અને વિપુલ પ્રમાણમાં કુશળ કાર્યબળે ઉચ્ચ ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા માટે સ્ટાર્ટઅપ્સ માટે એક નવી ઇકોસિસ્ટમ બનાવી છે.

તેમણે કહ્યું કે ભારતની સંરક્ષણ નિકાસ છેલ્લાં પાંચ વર્ષમાં આઠ ગણી વધી છે અને તે હવે, 75થી વધુ દેશોમાં નિકાસ કરી રહી છે. મેક-ઈન-ઈન્ડિયાના મહત્વ પર ભાર મૂકતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ પહેલ મેક-ફોર-ધ-વર્લ્ડની ભાવનાને પણ સમાવિષ્ટ કરે છે. આત્મનિર્ભર પહેલ અન્ય ભાગીદાર દેશો સાથે એક નવી શરૂઆત છે.

આગામી મહિને 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન બેંગલુરુમાં યોજાનારી એરો ઈન્ડિયા 2023 ની 14મી આવૃત્તિ વિશે વાત કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે એરો ઈન્ડિયા ઉડ્ડયન ઉદ્યોગમાં માહિતી, વિચારો અને નવી ટેકનોલોજીના વિકાસની તકો પૂરી પાડશે.