Site icon Revoi.in

વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને વ્યાપક નુકસાન

Social Share

અમદાવાદ: તૌકાતે વાવાઝોડાંએ રાજ્યના અનેક જિલ્લામાં જિલ્લામાં વિનાશ વેર્યો છે. વાવાઝોડાને પગલે કેરીનું ઉત્પાદન કરતા ખેડુતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. સૌરાષ્ટ્રમાં કેસર કેરીના આંબા ઉપર તૈયાર કેરીઓ વાવાઝોડાને પગલે ખરી પડી હતી.આ ઉપરાંત નવસારીમાં પણ કેરીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પ્રક્રિયા બાદ રાજ્યભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા હતા તેમજ ખેતરમાં ઉભા પાકને પણ વ્યાપક નુકશાન થયું હોવાનું જાણવા મળે છે.

હાલ કેરી ની સિઝન ચાલી રહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી ઉપરાંત પોરબંદર, કચ્છ અને ભાવનગર જિલ્લામાં નાના-મોટા બગીચા છે તેમાં પણ ભારે પવનને કારણે કેરીઓ ખરી પડી છે. તો આ તરફ વાવાઝોડાના લીધે વલસાડ જિલ્લાના સૌથી મોટા પાક એવા કેરીના પાકને વ્યાપક નુકશાન થયું છે.

ધરમપુર-કપરાડા વાપી વલસાડ પારડી અને ઉંમરગામ વિસ્તારમાં આવેલી આંબાવાડીઓમાં કેરીનાં તૈયાર થવા આવેલો પાક ખરી પડ્યો છે. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વલસાડ જિલ્લામાં 45 હજાર હેક્ટર વિસ્તારમાં કેરીનો પાક લેવામાં આવે છે.