Site icon Revoi.in

તેલંગાણા અને તમિલનાડુમાં NIAએના ISISમાં ભરતી મામલે વ્યાપક દરોડા

Social Share

બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS)ના કટ્ટરપંથ અને ભરતી મામલે તમિલનાડુ અને તેલંગાણઆમાં 30 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. કોયંબતુરમાં 21 સ્થળ, ચેન્નાઈમાં 3, હૈદરાબાદમાં 5 અને તેનકાસીમાં એક સ્થળ ઉપર મોટાપાયે દરોડા પાડવામાં આવ્યાં હતા. એનઆઈએ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના પગપેસારાને અટકાવવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

NIAની આ કાર્યવાહી તમિલનાડુ અને તેલંગાણામાં ફેલાયેલા ISIS મોડ્યુલ વિરુદ્ધ ચાલી રહી છે. NIAએ તાજેતરમાં તમિલનાડુ અને તેલંગાણામાં આતંક ફેલાવવાના કાવતરામાં ISISની ભૂમિકાની તપાસ માટે કેસ નોંધ્યો હતો. આ કેસ નોંધાયા બાદ જ NIAએ બંને રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડવાનો નિર્ણય લીધો છે. આ દરોડા દ્વારા ISIS સાથે જોડાયેલા લોકોને પકડવાના છે, જેમને આતંક ફેલાવવાની જવાબદારી આપવામાં આવી છે.

અગાઉ, NIAએ ઝારખંડ મોડ્યુલ સંબંધિત કેસમાં ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી. NIA અધિકારીઓએ જણાવ્યું કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી ફૈઝાન અંસારીની જુલાઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ જ આ દરોડો પાડવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની નજીક રહેતી વખતે ફૈઝાન કેટલાક ઉગ્રવાદીઓના સંપર્કમાં આવ્યો હતો.

છ રાજ્યોમાં નવ જગ્યાએ પાડવામાં આવેલા દરોડામાં રાહુલ સેન ઉર્ફે ઓમર બહાદુર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, દરોડા દરમિયાન લેપટોપ, પેન, ડ્રાઈવ, મોબાઈલ ફોન વગેરે જેવા ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય NIA દ્વારા વાંધાજનક સામગ્રી, એક ચાકુ અને ISIS સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.