Site icon Revoi.in

વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહ જાપાનના PMને મળ્યાઃ દ્વિપક્ષીય ભાગીદારીની ચર્ચાનામ બંને દેશોના હિતોની નિતીઓ પર મૂક્યો ભાર

Social Share

દિલ્હી- દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકર હાલ જાપાનની મુલાકાતે પહોચ્યા છે ત્યારે એજરોજ શુક્રવારના દિવસે તેમણએ જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી છે.

આ મુલાકાત દરમિયાન બન્ને પક્ષો વચ્ચે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેની વાતચીત કરાઈ હતી આ સાથે જ બંને દેશોના હિતો અને નીતિઓના નજીકના સંકલનના મહત્વ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતોઆ સમયે ભારત અને જાપાનની નીતિઓ અને હિતોના ગાઢ સંકલનના મહત્વને રેખાંકિત કર્યું,” આ બાબતે એસ જયશંકરે ટ્વિટ કરીને પણ જાકારી શેર કરી છે.

મંત્રીલરાજનાથ સિંહ અને જયશંકરે ગુરુવારે જાપાનના વિદેશ પ્રધાન હયાશી યોશિમાસા અને સંરક્ષણ પ્રધાન હમાદા યાસુકાઝુ સાથે ‘ટુ પ્લસ ટુ’ મંત્રણામાં ભાગ લીધો હતો.આ સાથે જ મંત્રી જયશંકરે ટ્વીટ કર્યું, “અમારી ‘2+2’ મીટિંગ પછી વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે વાત કરીને આનંદ થયો. 

શ્રી સિંહે તેમના ટ્વીટમાં જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ભારત-જાપાનની ભાગીદારી નિર્ણાયક ભૂમિકા ભજવશે.આ મિટિંગ દરમિયાન શ્રી સિંહે ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેના “દુઃખદ અવસાન” પર હૃદયપૂર્વક શોક વ્યક્ત કર્યો હતો.

Exit mobile version