Site icon Revoi.in

મંત્રી એસ જયશંકરે ગોવામાં ચીનના વિદેશમંત્રી સાથે કરી બેઠક, આ મુદ્દાઓ પર ચર્ચા થઈ

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવના રોજથી દેશના કેન્દ્રસાશિત પ્રદેશ ગોવામાં  SCOના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ છે એ બેઠક ગઈકાલે અને આજે આમ બે દિવસ ચાલી રહી છે ત્યારે વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે સાંજે રશિયા, ચીન, પાકિસ્તાન અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશ ના અન્ય સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ માટે ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું. આ સાથે ગ્રુપની બે દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો.

SCOની વિદેશ મંત્રી પરિષદમાં મુખ્ય ચર્ચા આજે કરશે.દેશના  વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગ સાથે ગોવામાં શાંઘાઈ કોઓપરેશન સમિટ ની બાજુમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે બન્ને મંત્રીઓની આ બેઠકમાં સુરક્ષા મુદ્દે વાત ચીત થી હતી આ સહીત બેઠકમાં  ભારત-ચીન એલએસી અને સરહદી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે  છેલ્લા બે મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ બીજી દ્વિપક્ષીય બેઠક છે.

બેનૌલિમમાં દરિયા કિનારે આવેલા તાજ એક્ઝોટિકા રિસોર્ટમાં આયોજિત રિસેપ્શનમાં ચીનના વિદેશ મંત્રી કિન કાંગ, રશિયાના સર્ગેઈ લવરોવ અને પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારી, ઉઝબેકિસ્તાનના બખ્તિયાર સૈદોવ અને SCO સેક્રેટરી-જનરલ ઝાંગ મિંગે હાજરી આપી હતી.વિદેશમંત્રીની ચીનના ંત્રી સાથએની બેઠક મહત્વપૂર્મ ગણાઈ રહી છે.