Site icon Revoi.in

વિદેશમંત્રી એસ જયશંકરે સૂરીનામના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા

Social Share

દિલ્હીઃ- ભારત તરફના વિદેશ મંત્રી એસ જયશંકર અવાર નવાર તેમના સમક્ષની મુલાકાત લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરતા હોય છએ ત્યારે વિતેલા દિવસને   શુક્રવારે ગુયાનાની રાજધાની જ્યોર્જટાઉનમાં તેમણે સુરીનામના વિદેશ મંત્રી આલ્બર્ટ રામદિન સાથે મુલાકાત કરી.

આ મુલાકાત દરમિયાન બન્ને મંત્રીઓ વચ્ચે વિકાસ ભાગીદારી, સાંસ્કૃતિક સહયોગ, સુરક્ષા અને આબોહવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હબતી. વિદેશ મંત્રીએ શુક્રવારે ગુયાના, પનામા, કોલંબિયા અને ડોમિનિકન રિપબ્લિકની નવ દિવસીય મુલાકાત શરૂ કરી છે.

આ મુલાકાતને લઈને વિદેશમંત્રી જયશંકરે ટ્વિટ કરીને માહિતી આપી હતી અને કહ્યું કે, “ગિયાનામાં સવારની શરૂઆત સુરીનામના નાણામંત્રી આલ્બર્ટ રામદિન સાથેની મુલાકાતથી થઈ. મેં આ વર્ષે જાન્યુઆરીમાં પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન રાષ્ટ્રપતિ સી સંતોખીની મુલાકાતને યાદ કરી, જેણે અમારા વર્ષો જૂના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા.” ”

આ સાથે જ કહ્યું કે વિકાસ ભાગીદારી, સાંસ્કૃતિક સહકાર, સુરક્ષા, આબોહવા અને આંતરરાષ્ટ્રીય ‘બિગ કેટ એલાયન્સ’ પર અમારા વચ્ચે ચર્ચા થઈ. મિલેટના આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણીનું સ્વાગત કર્યું,” તેમણે કહ્યું. જયશંકરે કેરેબિયન કોમ્યુનિટીના મહાસચિવ ડૉ. કાર્લા નતાલી બાર્નેટ સાથે પણ મુલાકાત કરી હતી