Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ.જયશંકર આજથી પાંચ દિવસ ઇઝરાયલના પ્રવાસે,સંબંધો મજબૂત કરવા પર મુકાશે ભાર 

Social Share

દિલ્હી:ઇઝરાયલમાં નવી સરકારની રચના બાદ હવે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પ્રથમ વખત દેશની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર અને નફતાલી બેનેટની આગેવાની હેઠળની નવી ઇઝરાયલ સરકાર વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય વાર્તાલાપ હશે.

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર રવિવારથી એટલે કે આજથી ઇઝરાયલની પાંચ દિવસની મુલાકાતે જશે. જ્યાં તેઓ દ્વિપક્ષીય સંબંધો પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશ મંત્રી 17-21 ઓક્ટોબર દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાત કરશે. તેઓ ઇઝરાયલના વિદેશ મંત્રી યેર લેપિડના આમંત્રણ પર જઈ રહ્યા છે.

વિદેશ મંત્રી તરીકે જયશંકરની આ પ્રથમ ઇઝરાયલ મુલાકાત છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. આ દરમિયાન તેઓ તેમના ઇઝરાયલી સમકક્ષ યેર લેપિડ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

જયશંકર તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ, પ્રધાનમંત્રી નફતાલી બેનેટ અને સંસદ નેસેટના સ્પીકર સાથે પણ મુલાકાત કરશે.ભારત અને ઇઝરાયલે જુલાઇ 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક જોડાણમાં રૂપાંતરિત કર્યા હતા.

મંત્રાલયે કહ્યું કે,ત્યારથી બંને દેશોએ જ્ઞાન આધારિત જોડાણને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આમાં, નવીનતા અને સંશોધન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમને વેગ આપી રહ્યો છે.

અગાઉ વિદેશમંત્રી જયશંકરે કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને આર્મેનિયાના ત્રણ દેશોની મુલાકાત લીધી હતી.