Site icon Revoi.in

સમગ્ર રાજ્યમાં 24 થી 26 જાન્યુઆરી દરમિયાન ઠંડા પવનની સાથે ભારે ઠંડીની આગાહી

Social Share

અમદાવાદઃ-દેશમાં હાલ ઠંડીના વિરામ બાદ ફરીથી ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, સમગ્ર ગુજરાત રાજ્યમાં આવનારા બે દિવસોમાં કકડતી ઠંડી પડવાની સંભાવનાઓ છે. ઉલિલેખનીય છે કે,ભારત-પાકિસ્તાનની સરહદે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આ બે દિવસ દરમિયાત શીત લહેર અને ઠંડીના રુપે જોવા મળશે.

24 થી 26મી જાન્યૂઆરી  દરમિયાન રાજ્યના મેગા શહેર અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડશે અને તાપમાન સખ્ત નીચુ જવાની સંભાવના છે. ગુરુવારના રોજ શહેર અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ડિગ્રી વધીને 30.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી વધીને 14ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે છંડીમાંથી નહીવત પ્રમાણમાં રાહત મળી હતી અને તાપમાન થોડે અંશે ગરમ નોંધાયું હતું, જો કે આગામી બે દિવસોમાં ફરી શીતલહેર વધશે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બે દિવસ વાદળછાયા વાતાવરણ ઠંડા પવન સાથે ઠંડીમાં ઘટાડો થશે.જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસજોવા મળશે,  આ બે દિવસ પછી 24 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં કકડતી ઠંડીનું જોર જોવા મળશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી વધતા ઠંડીમાં ઘટાડો અનુભવાશે. જોકે, ત્યાર બાદના દિવસોમાં  લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટી શકે છએ જેથી ફરીથી ઠંડીનું જોર વધશે.

રાજ્યના અનેક જીલ્લાઓમાં 24 થી 25 જાન્યુઆરીના ત્રણ દિવસ દરમિયાન શીત લહેર સાથે તાપમાનનો પારો નીચે આવશે, અમદાવાદમાં 24થી 26 જાન્યુઆરી દરમિયાન તાપમાન 10 ડિગ્રી સુધી નોંધાઈ  શકે છે.

સાહિન-