Site icon Revoi.in

તમિલનાડુમાં ફેસ-માસ્ક ફરીથી ફરજિયાત,કોરોના વધતા લેવાયો નિર્ણય   

Social Share

ચેન્નાઈ:દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થયો છે.કોવિડ-19ના વધતા જતા કેસો અને હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવામાં લોકોને આપવામાં આવેલી ઢીલાઈ વચ્ચે તમિલનાડુ સરકારે શુક્રવારે ફરીથી ફેસ માસ્ક ન પહેરનારાઓ પર દંડ લાદવાનું શરૂ કર્યું છે.સ્ટાલિન સરકારે સંબંધિત વિભાગોને રાજ્યમાં આ નિયમનું કડકાઈથી પાલન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

મુખ્ય આરોગ્ય સચિવ જે રાધાક્રિષ્નને જણાવ્યું હતું કે,લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવાનો નિર્ણય COVID-19 માર્ગદર્શિકાને અનુસરવામાં લોકોમાં દેખાતી ઢીલાઈની પૃષ્ઠભૂમિમાં લેવામાં આવ્યો હતો.તેમણે પત્રકારોને કહ્યું, “અમે સ્થાનિક વહીવટીતંત્ર, આરોગ્ય અને પોલીસ વિભાગના અધિકારીઓને જાહેર સ્થળોએ માસ્ક વિના દેખાતા લોકો પાસેથી દંડ વસૂલવા નિર્દેશ કર્યો છે.”

ભૂતકાળમાં કોવિડના દરમાં ઘટાડા પછી રાજ્યમાં થોડા દિવસોથી નવા અને સક્રિય કેસોમાં વધારો થયો છે.ગુરુવારે, રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના 39 નવા કેસ જોવા મળ્યા હતા.રાધાકૃષ્ણને કહ્યું કે,આ દિવસોમાં લોકો જાહેરમાં ફેસ-માસ્ક પહેરેલા જોવા મળતા નથી.