Site icon Revoi.in

હવે ફેસબૂક પોતાના પ્લેટફોર્મ અને ઈન્સ્ટાગ્રામ પરથી કોરોના અને વેક્સિન અંગેની ખોટી માહિતી દૂર કરશે

Social Share

દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં વિતેલા દિવસને મંગળવારે કોરોના સંક્રમિતોની સંખ્યા 10.70 કરોડનો આંકડો વટાવી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ 23.38 લાખને વટાવી ગયો છે.ત્યારે હવે સોશિયલ મીડિયાનું મજબૂત પ્લેટ ફોર્મ ગણાતું ફેસબુકે કોવિડ -19 અને તેની વેક્સિનને લઈને તેના પ્લેટફોર્મ અને ઇન્સ્ટાગ્રામ પર ખોટા દાવાઓ દૂર કરવાના પ્રયાસોની જાહેરાત કરી છે. આ અંતર્ગત, વેક્સિનને લગતા ખોટા દાવાઓની વિસ્તૃત સૂચિ દૂર કરવામાં આવશે.

ફેસબુક દ્વારા જે ખોટી માહિતી હટાવવાની વાત કરવામાં આવી રહી છે તેમાં માનવસર્જિત કોવિડ – 19 માનવ સર્જિત હોવાનો દાવો પણ શામેલ છે. આ પ્લેટફોર્મ એ માહિતીને પણ દૂર કરશે કે જેમાં એવી અફવા પર ફેલાી હતી કે કોરોના સામે વેક્સિન કોઈ પણ અસર કરતી જોવા મળતી નથી

સોશિયલ નેટવર્ક સાઈટે સોમવારે મોડી સાંજે એક નિવેદનમાં જણાવ્યું છે કે ડબ્લ્યુએચઓ સહિતની મોટી આરોગ્ય સંસ્થાઓ સાથેની સલાહ લીધા બાદ આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. ફેસબુક કોરોના ઇન્ફોર્મેશન સેન્ટરમાં સ્થાનિક લોકો માટે આરોગ્ય વેબસાઇટ્સની લિંક્સની સુવિધા આપશે જેથી લોકોને તે સમજવામાં મદદ મળે કે તેઓ રસીકરણ માટે લાયક છે કે નહીં અને કેવી રીતે કરવું જોઈએ.

સમગ્ર વિશ્વમાં વિતેલા દિવસને મંગળવારે કોરોના સંક્રમિતોની સંખ્યા 10.70 કરોડનો આંકડો વટાવી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ 23.38 લાખને વટાવી ગયો છે.ત્યારે હવે સોશિયલ મીડિયાનું મજબૂત પ્લેટ ફોર્મ ગણાતું ફેસબુકે કોવિડ -19 અને તેની વેક્સિનને લઈને તેના પ્લેટફોર્મ અને ઇન્સ્ટાગ્રામ પર ખોટા દાવાઓ દૂર કરવાના પ્રયાસોની જાહેરાત કરી છે. આ અંતર્ગત, વેક્સિનને લગતા ખોટા દાવાઓની વિસ્તૃત સૂચિ દૂર કરવામાં આવશે.

ફેસબુક દ્વારા જે ખોટી માહિતી હટાવવાની વાત કરવામાં આવી રહી છે તેમાં માનવસર્જિત કોવિડ – 19 માનવ સર્જિત હોવાનો દાવો પણ શામેલ છે. આ પ્લેટફોર્મ એ માહિતીને પણ દૂર કરશે કે જેમાં એવી અફવા પર ફેલાી હતી કે કોરોના સામે વેક્સિન કોઈ પણ અસર કરતી જોવા મળતી નથી

સોશિયલ નેટવર્ક સાઈટે સોમવારે મોડી સાંજે એક નિવેદનમાં જણાવ્યું છે કે ડબ્લ્યુએચઓ સહિતની મોટી આરોગ્ય સંસ્થાઓ સાથેની સલાહ લીધા બાદ આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. ફેસબુક કોરોના ઇન્ફોર્મેશન સેન્ટરમાં સ્થાનિક લોકો માટે આરોગ્ય વેબસાઇટ્સની લિંક્સની સુવિધા આપશે જેથી લોકોને તે સમજવામાં મદદ મળે કે તેઓ રસીકરણ માટે લાયક છે કે નહીં અને કેવી રીતે કરવું જોઈએ

સાહિન-