Site icon Revoi.in

નારંગીની છાલમાંથી પણ બનાવી શકાય છે ફેસપેક,ચહેરાની ત્વચા માટે આ રીતે છે ફાયદાકારક

Social Share

દરેક ફળના કંઇક ને કંઇક તો ફાયદા હોય છે જ, બસ તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો. નારંગીની વાત પણ એવી જ છે કે નારંગીના તો અનેક ફાયદા છે પરંતુ તેની છાલ પણ ઉપયોગી છે. સંતરાની છાલ તમારી ત્વચા માટે ફાયદાકારક છે. તે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબાયલ ગુણોથી ભરપૂર છે. તે ખીલ અને ઓઈલી ત્વચા માટે મદદ કરે છે. નારંગીની છાલ સ્કિન લાઈટનિંગ તરીકે પણ કામ કરે છે.

જો વાત કરવામાં આવે ફેસપેકની તો નારંગી અથવા સંતરાની છાલમાંથી અનેક પ્રકારના ફેસપેક બનાવી શકાય છે. સંતરાની છાલનો પાવડર અને લીંબુનો ફેસ પેક જે ત્વચામાં ગ્લો લાવવા માટે ઉપયોગી છે. આ સરળ પેસ્ટ બનાવવા માટે 2 ચમચી સંતરાની છાલનો પાવડર, લીંબુના રસના થોડા ટીપાં અને 1 ચમચી મુલતાની માટી અથવા ચંદન પાવડર મિક્સ કરીને બનાવી શકાય છે. ચહેરા પર 30 મિનિટ લગાવ્યા પછી તેને પાણીથી ધોઈ લો. તે ખીલ દૂર કરવામાં મદદ કરે છે. ઓઈલી સ્કિન માટે આ એક સરસ ફેસ પેક છે અને તેનો અઠવાડિયામાં 1થી 2 વખત ઉપયોગ કરી શકાય છે.

સંતરાની છાલ, મુલતાની માટી અને ગુલાબ જળનો ફેસ પેક જેને બનાવવા માટે 1 ચમચી સંતરાની છાલનો પાવડર, 1 ચમચી મુલતાની માટી અને 1 ચમચી ગુલાબ જળ મિક્સ કરવું જોઈએ. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. 10થી 15 મિનિટ પછી ચહેરાને ધોઈ લો. આ ફેસ પેક તમારી ત્વચાને બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સને દૂર કરીને ચહેરાને સાફ કરી શકે છે.