Site icon Revoi.in

વડોદરામાં નર્મદા કિનારે આવેલા રંગ અવધૂત તીર્થ નારેશ્વર ખાતે સુવિધાઓ વધારાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સરકાર દ્વારા વિકાસના સતત કાર્યકરો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડોદરામાં નર્મદા કિનારે આવેલા રંગ અવધૂત તીર્થ નારેશ્વર ખાતે સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરા શહેરમાં વિકાસના બે કામોને મંજૂરી આપવામાં આવી છે.

વડોદરાના કલેકટર અતુલ ગોરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં બે પ્રવાસન સ્થળોના વિકાસ માટે વધારાના કામો કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં વડોદરા શહેરમાં નિર્માણ પામી રહેલા ડો. બાબા સાહેબના સ્મારક ભવન અને નારેશ્વરનો સમાવેશ થાય છે. સ્મારક ભવનમાં 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. હજુ તેમાં  વોટર પ્રૂફિંગ, હેરિટેજ પ્લાસ્ટર પેવર બ્લોક, કલર કામ, ગ્રેનાઈટ કવરિંગ, લોખંડને લાગતી કામગીરી, ફાયર સુવિધાને લગત કામ કરવાના રહે છે. આ માટે રૂ. 1.40 કરોડની દરખાસ્ત મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે.

નર્મદા કિનારે આવેલા રંગ અવધૂત તીર્થ નારેશ્વર ખાતે પણ વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તેમાં હજુ વધારો કરવા માટે આ બેઠકમાં દરખાસ્ત રજૂ થઈ હતી. ખાસ કરીને પાર્કિંગ પ્લોટમાં દીવાલ અને ગોરખ ટેકરી પાસે પુર સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂરિયાતને ધ્યાને લઇ રૂ. 1.28 કરોડના વધારાના કામને કલેકટરએ મંજૂરી આપી હતી.