Site icon Revoi.in

90ના દાયકાની ફેમસ જોડી રવિના ટંડન-સંજય દંત્ત ફરી સ્ક્રિન પર સાથે આવશે- ફિલ્મ ‘ઘુડચડી’નું શૂટિંગ શરુ

Social Share

 

દિલ્હીઃ- બોલિવૂડમાં અનેક ફિલ્મો આવી રહી છે, કોરોના બાદ જાણે ફિલ્મોની લાઈનનો લાગી છે, કેટલીક ફિલ્મો રિલીઝ થી રહી છે તો કેટલીક ફિલ્મોનું શૂટિંગ હાલ પૂર્ મથી ગયું છે તો વળી કેટલીક નવી ફિલ્મોનું શૂટિંગ શરુ કરવામાં આવી રહ્યું છે આજ શ્રેણીમાં હવે 90ના દાયકા ફેમસ જોડી સંજયદત્ત અને રવિના ટંડન ફરી એક વખત ફિલ્મમાં સાથે જોવા મળશે.

https://www.instagram.com/duttsanjay/?utm_source=ig_embed&ig_rid=828902f6-cebc-41d3-aa0c-6c03e834c9d1

પ્રાપ્ત માહિતી પ્રમાણે સંજયદત્ત અને રવિના ટંડને તેમની અપકમિંગ ફિલ્મ ઘુડચડીના શૂટિંગનો આરંભ કરી દીધો છે,આ રોમ-કોમ ડ્રામા ફિલ્મ છે આ ફિલ્મનું નિર્દેશન બિનોય ગાંધી કરશે. આ સાથે જ આ ફિલ્મમાં ખુશાલી કુમાર અને પાર્થ સમથાનની આધુનિક જોડી મોટા પડદા પર જોવા મળશે.

નિર્માતાઓએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની સાથે જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દીધું છે. અભિનેતા સંજય દત્તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર શેર કર્યું અને લખ્યું, “મજેદાર ફિલ્મ ઘુડચડી હાસ્ય અને ડ્રામા , તમારા દરવાજા પર જલ્દી આવશે.

ફિલ્મ ટી-સિરીઝ અને કીપ ડ્રીમીંગ પિક્ચર્સની આગામી રોમેન્ટિક કોમેડી ડ્રામા ‘ઘુડચડી’ કે જે બિનોય ગાંઘીના નિર્દેશન હેઠળ બની રહી છે જેનું  આજથી રાજસ્થાનના જયપુરમાં શૂટિંગ શરુ કરવામાં આવ્યું  છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ દીપક કપૂર ભારદ્વાજ અને બિનોય ગાંધી દ્વારા લખાયેલી છે,જે મસ્તી રોમાન્સ અને ડ્રામાથી ભરપુર હશે, આ ફિલ્મમાં રવિના અને સંજય દત્તની જોડી રંગ જમાવવા માટે તૈયાર છે.