Site icon Revoi.in

મશહુર કલાકાર દિલીપ કુમારનો આજે 98મો જન્મ દિવસ – છેલ્લા ઘણા દિવસોથી તબિયત નાજુક

Social Share

મુબંઈઃ-બોલિવૂડના એક સમયના મશહુર કલાકાર દિલીપ કુમારનો આજે 98 મો બર્થ ડે છે, વર્ષ 192માં ડિસેંબરની 11મી એ પેશાવર જે હમણા પાકિસ્તાનનો ભાગ છે ત્યા જન્મેલા દિલીપ કુમારનું ખરુ નામ યુસુફ સરવર ખાન છે. બોલિવૂડ માં એ તેમણે ખાસ ઓળખ બનાવી છે, દિલીપ કુમારની તબિયત છેલ્લા ઘણા સમયથી નાજુક જોવા મળી રહી છે.

1944માં પ્રથમ ફિલ્મ આપી – જ્વારભાટા

અભિનેતા બન્યા પહેલા તેઓ એક  માર્કેટમાં ફળની દુકાન ચલાવતા હતા, તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ પુણે અને દેવલાલીમાંથી મેળવ્યું. તેના પછી તે પોતાના પિતા ગુલામ સરવર ખાનના ફળોના વેપારમાં મદદ કરવા લાગ્યા. થોડાક સમય પછી ફળના વેપારમાં મન ન લાગતાં દિલીપ કુમારે આ કામ છોડી  પુણેમાં કેન્ટીન ચલાવવા લાગ્યા. વર્ષ 1943માં તેમની મુલાકાત બોમ્બે ટોકીઝના સંચાલક દેવિકા રાણી સાથે થઈ.

તેમનામાં અભિનયની કળાતો બાળપણથી જ જોવા મળી હતી, તેમને દિલીપ કુમાર નામ આપનાર દેવીકા રાણી હતા.1944ની જ્વારભાટા ફિલ્મથી  પોતાની કારકિર્દી શરૃ કરનારા દિલીપ કુમારનું મૂળ નામ યુસુફ સરવર ખાન હતું અને એ પેશાવરના પઠાણ પરિવારના નબીરા હતા.

યુસુફમાંથી દિલીપ બનાવ્યા દેવીકા રાણીએ

દેવીકા રાણી એટલે કે બોમ્બે ટૉકિઝના સહમાલિક તથા અભિનેત્રી હતા, જેમણે એક વખત દીલીપ કુમારને પૂછ્યું હતું કે તમને  ઊર્દૂ ભાષા આવડે છે.અને ત્યારે દિલીપ કુમાર ઉર્ફ યુસુફે હા પાડી, અને દેવીકાએ તેમને 3 નામમાંથી એક નામ પસંદ કરવા જણાવ્યું. જેમાં વાસુદેવ, જહાંગીર અને દિલીપ હતું. છેવટે તેઓ દિલીપ કુમારથી ઓળખાવવા લાગ્યા.

બોલીવૂડમાં તેમની જાણીતી ફિલ્માના નામ

તેમણે બોલીવૂડને અનેક યાદગાર ફિલ્મા આપી છે, આજે પણ તેમના ચાહકોનો વર્ગ એટલો જ મોટો છે.તેમણે  દિદાર, દાગ, અંદાજ, મુઘલે આઝમ, આઝાદ, કોહિનૂર, ગંગા જમના, રામ ઔર શ્યામ, આદમી, વિધાતા, મશાલ  જેવી એકથી એક ચડીયાતી ફિલ્મો આપીને દર્શકોને મનોરંજન પુરુ પાડ્યું છે.

દિલીપ કુમાર વાંચનનો શોખીન હતા

દિલીપ કુમાર વાંચવાના શોખીન , ખાસ કરીને ઊર્દૂ પર્શિયન, ફારસી ભાષાના ટોચના શાયરોની રચનાઓ તેમને કંઠસ્થ રહેતી. આ સાથે જ  ભારતીય સંગીતના ઊંડા અભ્યાસી રહ્યા હતા, તેમની અદાઓના ચાહકો દિવાના છે.

ફિલ્મ જગતમાં દિલીપ કુમારના મહત્વપૂર્ણ યોગદાનને લઈને વર્ષ 1994માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સર્વોચ્ય સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા. આ સાથે જ પાકિસ્તાન સરકારે તેમને પોતાના સર્વોચ્ય સન્માન નિશાન-એ-ઈમ્તિયાઝથી સન્માનિત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે દિલીપ કુમાર છેલ્લા ઘણા વર્ષોથી બિમાર રહે છે, હાલ થોડા જ દિવસ પહેલા તેમની તબિયત વધુ બગડી હતી જેને લઈને તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા.

સાહિન-