Site icon Revoi.in

બોલિવૂડના મશહૂર ડાયરેક્ટર અનુરાગ કશ્યપનો આજે જન્મદિવસઃ જાણો તેમના જીવન વિશેલી કેટલીક જાણી અજાણી વાતો

Social Share

મુંબઈઃ- બોલિવૂડના જાણીતા નિર્દેશક અને નિર્માતા અનુરાગ કશ્યપ ફિલ્મ જગતમાં કોઈની ઓળખનવા 10 સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. અનુરાગ બોલિવૂડના એવા ડિરેક્ટર છે જેમની ફિલ્મો આઉટ ઓફ ધ બોક્સ સાબિત થાય છે. આ જ કારણ છે કે તે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. અનુરાગ, જે પોતાની ફિલ્મો કરતા વધારે પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં છે, દેશ અને દુનિયામાં બનતી લગભગ તમામ ઘટનાઓ પર પોતાનો અભિપ્રાય આપતા જોવા મળે છે. આ કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ, અનુરાગ પણ તે ટ્રોલર્સને સંપૂર્ણ જોમ સાથે જવાબ આપવામાં માહીર છે.

બોલિવૂડની ઘણી શાનદાર ફિલ્મના રાઈટર-ડિરેક્ટર  તેઓ રહી ચૂક્યા છે, આજે તેઓ પોતાનો  48મો જન્મદિવસ મનાવી રહ્યા છે, તેમનો જન્મ 10 સપ્ટેમ્બર, 1972માં ઉત્રપ્રદેશના ગોરખપુરમાં થયો છે.તેઓ ડિરેકર્ટરની સાથે એસ કારા રાઈટર પણ છે.

સંઘર્ષથી ભરેલો રહ્યો છે તેમનો ફિલ્મી સફર

ગ્રેજ્યૂએટ થયા બાદ જ્યારે અનુરાગ મુંબઈ શહેરમાં યાવી પહોચ્યા ત્યારે તેમના ખિસ્સામાં માત્રને માત્ર 5 હાર રુપિયા પડ્યા હતા,  શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, ધીરે ધીરે પૈસા પુરા થયા બાદ તેમને સુવા માટે રસ્તાઓ અને   શેરીઓમાં આશરો લેવો પડ્યો આ દરમિયાન, તેમને પૃથ્વી થિયેટરમાં કામ મળ્યું.

વર્ષ 1998 માં મનોજ બાજપેયીએ એક લેખક તરીકે રામ ગોપાલ વર્માને અનુરાગ કશ્યપનું નામ સૂચવ્યું હતું. રામ ગોપાલ વર્માએ અનુરાગનું કંઈક કામ જોયું હતું અને તે તેમને ગમ્યું. આ રીતે અનુરાગ કશ્યપનેફિલ્મ ‘સત્ય’ માટે સૌરભ શુક્લા સાથે કહાનિ લખવાની મોટી તક મળી.

વર્ષ 2003માં પ્રથમ ફિલ્મ ‘પાંચ’ બનાવી જે રિલીઝ જ નથી થઈ

અનુરાગે દિગ્દર્શક તરીકે કારકિર્દીની શરૂઆત વર્ષ 2003 માં પોતાની પહેલી ફિલ્મ ‘પાંચ’ થી કરી હતી. જોકે આ ફિલ્મ આજ સુધી થિયેટરોમાં રિલીઝ થઈ નથી. તેમની ફિલ્મ ચોક્કસપણે કેટલાક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવોમાં બતાવવામાં આવી હતી. આ પછી વર્ષ 2007 માં અનુરાગની ફિલ્મ ‘બ્લેક ફ્રાઇડે’ આવી. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યારબાદ તેણે ‘દેવ ડી’, ‘ગુલાલ’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘બોમ્બે ટોકીઝ’, ‘અગલી’, ‘રમણ રાઘવ 2.0’ અને ‘મનમર્ઝિયા’ સહિત અન્ય ફિલ્મો બનાવી.

મોટા ભાગની ફિલ્મમો સામાજિક મુદ્દાઓ પર બનાવે છે

અનુરાગ મોટાભાગે તેમની ફિલ્મોમાં સામાજિક મુદ્દાઓ ઉઠાવતા હતા, જેમાં ડ્રગ, ધૂમ્રપાનનું વ્યસન, બાળ દુરુપયોગ, હતાશા અને તણાવ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેમના આવા વિષયોની પસંદગી  કરવા પાછળનું કારણ તેઓ પોતે  છે, કારણ કે અનુરાગ પોતે આ સમસ્યાઓમાંથી પસાર થાય છે.આજથી થોડા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે તે બાળપણમાં જાતીય શોષણનો શિકાર બન્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 22 વર્ષની જ હતી.

બે વાર કર્યા છે લગ્ન ,બન્નેમાં થયા છે છૂટાછેડા

આજે અનુરાગ કોીની ઓળખના મોહગતાઝ નથી તેમની અનેક ફિલ્મો સફળ રહી છે, તેમના અંગત જીવનની જો વાત કરીએ તો અનુરાગે વર્ષ 2003 માં ફિલ્મ એડિટર આરતી બજાજ સાથે લગ્ન કર્યા. જોકે, લગ્નના છ વર્ષ બાદ એટલે કે 2009 માં બંનેએ છૂટાછેડા લીધા હતા. આ દંપતીને આલિયા કશ્યપ નામની એક પુત્રી પણ છે. આ પછી ડિરેક્ટર કલ્કી કોચલિનને મળ્યા. જે સમય તેમનો પ્રેમ લગ્નમાં ફેરવાઈ ગયો. પરંતુ, તેમના સંબંધો લાંબા સમય સુધી ટક્યા નહીં અને 2015 માં બંનેએ છૂટાછેડા લીધા.