Site icon Revoi.in

મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત ફરી લથડી – બ્રેઈન કામ કરતું થયું બંધ

Social Share

મુંબઈઃ- તાજેતરમાં મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેઓને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જો કે દાખલ થયાના બીજા ત્રીજા દિવસે તેમની તબિયતમાં સુધારો થયો ન હતો, પરંતુ ત્યાર પછી તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો,જો કે આચાનક સમાચાર મળી રહ્યા છે કે ફરી એકવાર તેમની તબિયત નાજુક થતી જઈ રહી છે. 

અભિનેતાને કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. નિયમિત કસરત કરી રહ્યા હતા અને ટ્રેડમિલ પર દોડતી વખતે તે અચાનક પડી ગયા હતા  અને  તેમને હાર્ટ એટેક આવ્યો અને તરત જ એમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારથી તેઓ હોસ્પિટલમાં દાખલ જોવા મળે છે.

જ્યારથી કોમેડિયન કલાકાર હોસ્પિટલમાં દાખલ થયા છે ત્યારથી તેમના ચાહકો તેમના સાજા થવાની પ્રાર્થનાઓ કરી રહ્યા છે ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે રાજુનું હ્દય બરાબર કામ કરી રહ્યું નથી.

તેમના સલાહકાર એવા અજીત સક્સેનાએ જણાવ્યું કે આજે સવારે ડોક્ટરોએ જાણ કરી છે કેતેમનું બ્રેઈન હવે કામ કરી રહ્યું નથી,બ્રેઈન તદ્દન કામ કરતું બંધ થઈ ગયું છે. તેઓ લગભગ મોતની કટોકટીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે અને હૃદયની સમસ્યાથી પણ પીડાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે  હાર્ટ એટેક આવ્યા બાદ રાજુને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને તેઓને વેન્ટિલેટર પર  જ રાખવામાં આવ્યા હતારાજુ શ્રીવાસ્તવના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમના પરિવાર વતી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની સ્થિતિ સ્થિર છે. જોકે, બાદમાં તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો અને બોડી મોમેન્ટ પણ જોવા મળી હતી.ત્યારે આજે ફરી તેમનું બ્રેઈન જડેડ થયા હોવાની માહિતીએ તેમના ચાહકોને આંચકો આપ્યો છે.

Exit mobile version