Site icon Revoi.in

આઈફોનમાં એલર્ટ મેસેજને લઈને જાણીતા અર્થશાસ્ત્રી સંજીવ સન્યાલએ કર્યું ટ્વીટ, જાણો શું કહ્યું..

Social Share

નવી દિલ્હીઃ એપલ ફોન ટેપિંગને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષી પાર્ટીઓએ ફરી એકવાર પેગાસસનું રટણ શરુ કર્યું છે. તેમજ આક્ષેપ કર્યો છે કે, સરકાર વિરોધીઓના ફોન ટેપ કરાવી રહી છે. એપલએ કોંગ્રેસ સાંસદ શશિ થરુર, શિવસેના, સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસી, સમાજવાદી નેતા અખિલેશ યાદવ અને તૂણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા સહિત અનેક વિપક્ષી સાંસદોને ચેતવણી ભર્યા મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ સંદેશમાં નેતાઓને એલર્ટ રહેવા માટે સુચન કરાયું હતું. તેમજ લખ્યું હતું કે, આપના મોબાઈલના ડેટા ચોરી થઈ શકે છે. આવા મેસેજને પગલે વિપક્ષ દ્વારા મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન જાણીતા લેખક અને અર્થશાસ્ત્રી સંજીવ સન્યાલએ આઈફોન ઉપર એલર્ટ મેસેજને લઈને ટ્વીટ કર્યું છે. 

અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલએ સોશિયલ મીડિયામાં ફોન ટેપિંગ વિવાદને લઈને એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે લક્યું છે કે, એપલના ફોન ઉપર લોકોને જે મેસેજ મળ્યાં છે. તે એપલ દ્વારા મોકલવામાં નથી આવ્યાં. આ મેસેજ જ્યોર્જ સોરોસ સાથે જોડાયેલી એક એનજીઓ એક્સેસ નાઉએ જાહેર કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, એવુ કેરી રીતે બની શકે કે બહારની એનજીઓ દ્વારા એપલ ફોનના વપરાશકારોને એલર્ટ મેસેજ મકલાયાં, તેમણે એપલ અને જ્યોર્જ સોરોસના સંબંધને લઈને પણ સવાલ ઉઠાવ્યાં છે. એપલ ફોનના મેસેજને લઈને વિવાદ વકરતા કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. કેન્દ્રીય સુચના પ્રૌદ્યોરિકી મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે, વિપક્ષી નેતાઓએ સેલ ફોન ટેપ થતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલેની ઉંડાણપૂર્વકની તપાસ માટે આદેશ કરવામાં આવ્યો છે. જે લોકોને મેસેજ આવ્યો છે તેઓ તપાસમાં સહકાર કરે. દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ઓફિસમાં 3 વ્યક્તિઓને આઈફોનમાં ચેતવણીના ટેક્સ મેસેજ મળ્યાં છે. રાહુલ ગાંધીએ આ મામલે મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.