Site icon Revoi.in

મશહૂર ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી કરશે હોલિવૂડમાં ડેબ્યૂ – મોટી એજન્સી સાથે કર્યો કરાર, વિશ્વને બતાવશે પોતાની પ્રતિભા

Social Share

મુંબઈઃ- બોલિવૂડમાં પોતાની પ્રતિભાથી અનેક દર્શકોના દિલ જીતનારા મશહૂર ફિલ્મ નિર્દેશક સંજયલીલા ભણસાલી કોઈની ઓળખના મોહતાઝ નથી,તેમણે અનેક સુપર હીટ ફિલ્મો કરી છએ ત્યારે હવે તેમની આ પ્રતિભા ભારત પુરતી સિમિત રહેશે નહી હવે તો વિશઅવભરમાં પોતાની પ્રતિભાના દર્શન કરાવશે,

પ્રાપ્ત વિગત પ્રમાણે  હવે સંજયલીલા ભણસાલી ટૂંક સમયમાં હોલીવુડની ફિલ્મોમાં જોવા મળી શકે છે. સંજય લીલા ભણસાલી ભારતીય ફિલ્મ ઉદ્યોગ વિશ્વના સૌથી સફળ ઉદ્યોગોમાંથી એક છે. અહીં દર વર્ષે વિવિધ પ્રદેશોમાં ઘણી ફિલ્મો બને છે. પરંતુ તેમ છતાં પણ દર વર્ષે ઘણી હોલીવુડ ફિલ્મો પણ રીલીઝ થાય છે, જેને ચાહકો પણ પસંદ કરે છે. બીજી તરફ જો ભારતીય સ્ટાર્સને પણ હોલિવૂડમાં કામ કરવાની તક મળે છે તો તેઓ તેને ચૂકવા માંગતા નથી. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, દિગ્ગજ ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

બોલિવૂડમાં 2 દાયકાથી ભારતના લોકોને  પોતાની ફિલ્મોથી મંત્રમુગ્ધ કરનાર દિગ્દર્શક સંજય લીલા ભણસાલી હવે હોલીવુડમાં પોતાની પ્રતિભા બતાવવા માટે તૈયાર છે. નિર્દેશક વિશે સાંભળવા મળી રહ્યું છે કે તે હોલીવુડની એક એજન્સી સાથે કરાર કર્યો  છે. એક ઈન્ટરનેશનલ વેબસાઈટની વાત જો મામનીએ તો, તેણે હોલીવુડ એજન્સી વિલિયમ્સ મોરિસ એન્ડેવર (WME) પર હસ્તાક્ષર કર્યા છે.એટલે કે સંજયલીલા હવે હોલિવૂડમાં ડેબ્યુ કરવાની તૈયારીમાં છે.

આ અમેરિકાનું મોટું સહયોગ છે અને આ એજન્સીમાં ઘણા મોટા સ્ટાર્સ જોડાયા છે.જેમ કે, જેસિકા આલ્બા, કેટ બેકિન્સેલ, ક્રિશ્ચિયન બેલ અને મેટ ડેમન જેવા જાણીતા સ્ટાર્સ આ એજન્સી સાથે કરાર કર્યા છે. હવે સંજય લીલા ભણસાલી પણ કોઈ મોટા સ્ટારથી કમ નથી. દર્શકો હંમેશા તેની ફિલ્મોની રાહ જોતા હોય છે. તે જાણે છે કે તેના લાર્જર ધેન લાઇફ સેટ અને ઉચ્ચ ધોરણોથી દર્શકોને કેવી રીતે આકર્ષિત કરી શકાય છે ત્યારે હવે તેઓ બોલિવૂડથી વિશઅવને પોતાની પ્રતિભાથી મંત્રમૃગ્ઘ કરશે.