Site icon Revoi.in

સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક, સારા ભાવથી ખેડૂતોને રાહત

Social Share

હિંમતનગર: ઉત્તર ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે ખરીફપાકનું સારૂએવું ઉત્પાદન થવાની શક્યતા છે. જેમાં આ વખતે મગફળીનું સારૂએવું વાવેતર થયુ હતું અને માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં પ્રતિદિન મગફળીના 150 ટ્રેક્ટરની આવક થઈ રહી છે. જેમાં ભેજવાળી નહોય તેવી સારી ક્વોલીટીની મગફલીના ભાવ પ્રતિ 20 કિલોના 1880 ઉપજતા ખેડુતોના સારા ભાવ મળી રહ્યાની રાહત થઈ છે.

માર્કેટ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવક છેલ્લા 25-30 દિવસથી શરૂ થઈ છે. આગામી તહેવારો ઉપરાંત નવી સિઝનની શરૂઆતને લઈને આર્થિક સંકડામણ ઉભી ન થાય તે અર્થે ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. ખેડુતોને મગફળીના ભાવ તો સારા મળી રહ્યા છે પરંતુ ગત સાલ કરતા ઉત્પાદન ઓછુ મળ્યુ છે. જેને લઈને ખેડુતોને નુકસાન પણ થઈ રહ્યુ છે. ઓપન માર્કેટમાં જેવો પાક તેવા ભાવ હાલ તો મળી રહ્યા છે. ભેજવાળી મગફળીના ઓછા ભાવ મળે છે તો સુકાયેલ સારી મગફળીના ભાવ 1880 ઉપર મળી રહ્યા છે. હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવક દિવસેને દિવસે વધી રહી છે. શનિવારે યાર્ડમાં 100 થી 150 થી 200 ટ્રેક્ટરની મગફળીની આવક થઈ હતી. ગુજરાતમાં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે 1887 થી વધુ રૂપિયા ભાવ પ્રતિ વીસ કિલોના પડ્યા હતા.

માર્કેટિંગ યાર્ડના સૂત્રોએ ઉમેર્યું હતું કે, સરેરાશ 1100 થી 1925 પ્રતિ 20 કિલોનો ભાવ મળ્યો હતો. તો શનિવારે 6940 બોરી મગફળીની આવક પણ થઈ હતી. જેવો પાક તેવા ભાવ એકલે કે ભેજવાળી મગફળીનો ઓછો ભાવ અને સુકાયેલ મગફળીનો ઉંચ્ચો ભાવ મળતા ખેડુતોને હાલ તો ખુશી છે કારણ કે ઉત્પાદન ભલે ઓછુ છે પરંતુ ભાવ સારા મળતા ખેડૂતો હરખાઈ રહ્યા છે. આ વર્ષે એક તો અપૂરતા વરસાદને લઈને ખેડુતોના પાક ઉત્પાદનમાં ઘટાડો થયો છે તો સામે શરૂઆતથી મગફળીના ભાવ સારા મળી રહ્યા છે જેથી ખેડુતોના તહેવાર સુધરી શકે તેમ છે પરંતુ જો ભાવમાં ખેડુતો ક્યાક ખુશી ક્યાક ગમ પણ જોવા મળે છે કે વરસાદના કારણે પલડેલ મગફળીના ભાવ નીચા પડી રહ્યા છે.