Site icon Revoi.in

ભાવનગરમાં નવી TP સ્કીમ સામે મણાર, કઠવા, ત્રાપજ સહિત પાંચ ગામના ખેડુતોએ કર્યો વિરોધ

Social Share

ભાવનગરઃ શહેરની નજીક આવેલા ત્રાપજ, મણાર સહિત પાંચ ગામના ખેડુતોએ ટીપી સ્કીમ સામે વિરોધ કર્યો છે. મણાર ગામે  તાજેતરમાં  અલંગ, મણાર, કઠવા,ત્રાપજ અને મહાદેવપરા ટીંબા સહિત પાંચ ગામના ખેડૂત ખાતેદાર અને ગામના લોકો બહોળી સંખ્યામાં ટી. પી. સ્કીમનો વિરોધ કરવા માટે એકત્ર થયાં હતા. અને ટીપી સ્કીમને પરત ખેંચવામાં નહીં આવે તો છેક સુધી લડત કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.

ત્રાપજ સહિત પાંચ ગામના ખેડુતોએ  ટી. પી. સ્કીમનો ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ સરકાર ખેડૂતો સાથે છેતરપિંડી કરીને જમીનો લઇ લેવાની હોવાથી લોકો વિરોધ કરી રહ્યા છે. આ વિસ્તારની જમીનો ફળદ્રુપ હોવાથી અહીં ત્રણ સીઝનનો પાક લેવામાં આવે છે. ટી. પી. સ્કીમ હકીકત બંજર જમીન હોય ત્યાં હોવી જોઈએ પરંતુ અહીંના ખેડૂતની જમીન ફળદ્રુપ છે. અને શેત્રુંજી કેનાલની સિંચાઈનો લાભ મળતો હોવાથી ખેડુતો ત્રણ ફસલ લઈને સારૂએવું ખેત ઉત્પાદન કરી રહ્યા છે. પાંચ ગામોના ખંડુતોની મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને  વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે આ સ્કીમના વિરોધમાં આ પાંચ ગામના ખેડૂત ખાતેદારો અને ગામના લોકોએ અરજી આપી અને એવું આવેદન આપ્યું છે કે, છેક હાઇકોર્ટ સુધી લડવા તૈયાર છીએ પણ ટી. પી. સ્કીમ તો ન જ આવવી જોઈએ.

તળાજા તાલુકાના મણાર ગામે બાપાસીતારામ મઢુલી ખાતે અલંગ, મણાર, કઠવા,ત્રાપજ અને મહાદેવપરા ટીંબો ગામના ખેડૂત ખાતેદારોએ એકઠા થઈને નવી સુચિત ટીપી સ્કીમથી કેટલી જમીનોનું સંપાદન કરાશે. અને ખેડુતોને કેટલું નુકશાન થશે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અને   ટી. પી. સ્કીનો ઉગ્ર વિરોધ કરાયો હતો. સરકાર ખેડૂતોને છેતરપિંડી રહી હોવાની પણ લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ટી. પી. સ્કીમ હકીકત બંજર જમીન હોય ત્યાં હોવી જોઈએ. પાંચ ગામના ખેડૂત ખાતેદારો અને ગામના લોકોએ અરજી આપી અને એવું આવેદન આપ્યું કે અમે છેક હાઇકોર્ટ સુધી લાડવા તૈયાર છીએ પણ ટી. પી તો આવવી જ ના જોઈએ.