Site icon Revoi.in

ગુજરાતના ખેડુતોને રાત્રે ઉજાગરા નહીં કરવા પડે, હવે દિવસે વીજળી મળશે, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ રવિ સીઝનના ટાણે ખેડુતોને રાતના સમયે વીજળી અપાતી હોવાથી ખેડુતોને બોર-કૂવામાંથી પાણી મેળવીને પાકને પાણી પીવડાવવા માટે આખીરાતના ઉજાગરા કરવા પડે છે. ખેડુતોએ દિવસે વીજ પુરવઠો આપવા માટે રાજ્ય સરકારને અનેક વખત રજુઆતો કરી હતી. ત્યારે રાજ્ય સરકારે ખેડુતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને દિવસે મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે.

ગુજરાતના  ખેડૂતોને રાતના બદલે  દિવસે વીજળી મળશે. ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી  દિવસના સમયે  આપવાની માગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમર્થન આપ્યુ છે. અને એક જ વર્ષમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે. અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી હતી.અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને વીજ પુરવઠો દિવસે દરમિયાન પણ મળશે. ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને  દિવસ દરમિયાન વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે.

રાજ્યના ખેડૂતોને રાતે ઉજાગરા કરી ખેડૂતોને પીયત નહીં કરવું પડે. તમામ ખેડૂતોને રાતના બદલે  દિવસે  વીજળી મળશે. ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી  દિવસે વીજળી આપવાની માગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે. અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસ દરમિયાન મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે. અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી  મળશે. ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસ દરમિયાન  વીજળી અપાશે.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને રાત્રિના સમયે પિયત માટે વીજળી આપવામાં આવે છે જેના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હોવાના કારણે ખેડૂતોને ઝેરી જીવજંતુઓ તેમજ વારંવાર લાઈટ ટીપ ટાપ થતી હોવાના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. તે ઉપરાંત રાત્રિના સમયે અપાતી વીજળીના કારણે ખેડૂતોને પિયત માટે પણ હાલાકી ભોગવી પડતી હતી. હવે રાત્રીની જગ્યાએ દિવસે ખેડૂતોને વીજ પુરવઠો અપાશે.