Site icon Revoi.in

વ્હાઈટ કોલર જેહાદીઓનો ભયઃ વિદેશમાં બેઠા-બેઠા સોશિયલ મીડિયા મારફતે યુવાનોનું કરી રહ્યાં છે બ્રેનવોશ

Social Share

દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનમાં તાબિલાનના શાસન બાદ પીઓકેમાં આતંકવાદીઓ ફરીથી સક્રિય થયા છે. જેથી ભારતીય સેના વધારે એલર્ટ બન્યું છે. જમ્મુ કાશ્મીરમાં હવે વ્હાઇટ કોલર જેહાદીઓ પણ સક્રિય થઇ ગયા છે. આ ત્રાસવાદીઓ બંદુકધારી આતંકીઓથી પણ વધુ ખતરનાક માનવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વ્હાઇટ કોલર જેહાદીઓને સાઇબર આતંકી તરીકે પણ ઓળખવામાં આવે છે. અિધકારીઓના જણાવ્યા અનુસાર. કાશ્મીરમાં ઉભરી રહેલો વ્હાઇટ કોલર આતંકવાદ ખતરનાક છે, જેની સાથે સંકળાયેલા આતંકીઓ ગુમનામ બનીને રહે છે, અને યુવાઓનું બ્રેન વોશ કરી મોટુ નુકસાન કરે છે. આ પ્રકારના આતંકીઓ કાશ્મીરમાં હિંસા ભડકાવી શકે છે. સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ દ્વારા કેટલાક યુવાઓને પ્રભાવિત કરી શકે છે. જ્યારે તેઓ ખુદ દુર કોઇ દેશમાં આરામ કરી રહ્યા હોય છે. બંદુકોની સાથે હવે આતંકીઓ સ્માર્ટફોન અને કંપ્યૂટરનો ઉપયોગ કરીને યુવાઓના બ્રેન વોશ કરી રહ્યા છે.

એજન્સીઓએ હાલ કાશ્મીરમાં હુમલાનું એલર્ટ જારી કર્યું છે. જેમાં જણાવવામા આવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પીઓકેના જંદરોટ વિસ્તારમાં છે. તેમની સાથે એક ગાઇડ પણ છે. આ આતંકીઓ ગમે ત્યારે કાશ્મીરમાં ઘુસીને કોઇ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. આતંકીઓના નિશાના પર સુરક્ષા જવાનો પણ હોઇ શકે છે. ઘુસણખોરી માટે એલઓસી પાસે રેકી પણ કરી લેવામાં આવી છે. આતંકીઓ આઇઇડી દ્વારા આ હુમલાને અંજામ આપી શકે છે.