Site icon Revoi.in

14મી ફેબ્રુઆરીઃ ભારત અને ભારતીયો આ કાળા દિવસને ક્યારેય નહીં ભૂલે

Social Share

નવી દિલ્હીઃ તા. 14મી ફેબ્રુઆરી 2019ના આ કાળો દિવસ કોઈ દિવસ ભારતીયો ભૂલશે નહીં, આ દિવસે જ જમ્મુ-શ્રીનગર હાઈવે પર પરાસ થતા સીઆરપીએફના જવાનોના વાહનોના કાફલા ઉપર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો અને ભારતના એક-બે નહીં પરંતુ 40 જવાનો શહીદ થયાં હતા. પુલવામાં જિલ્લામાં આવંતિપોરા પાસે લેથપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો જેની જવાબદારી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મહંમજદએ સ્વિકારી હતી. જે બાદ ભારતએ માત્ર 12 જ દિવસમાં નાપાક પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપ્યો હતો. ભારતે તા. 26મી ફેબ્રુઆરીએ બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને જૈશ-એ-મહોમદના આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પુલવામા હુમલા પછી પાકિસ્તાન સામે દુનિયાભરમાં રોષ ફેલાયો હતો.

પુલવામામાં નેશનલ હાઈવે પર જઈ રહેલા સીઆરપીએફના જવાનોના કાફલા ઉપર આતંકવાદીઓએ છુપાઈને હુમલો કર્યો હતો. 14મી ફેબ્રુઆરી 2019ના બપોરના સમયે 300 કિલો વિસ્ફોટક ભરેલુ વાહન સીઆરપીએફના વાહનો સાથે અથડાયું હતું અને પ્રચંડ વિસ્ફોટ થયો હતો. સ્થળ પર જ અનેક ભારતીય જવાનો શહીદ થયાં હતા. આ બનાવની ગણતરીની મિનિટોમાં જ દુનિયાના વિવિધ દેશોએ આ હુમલાની નીંદા કરી હતી. આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીનું નામ આદિલ અહમદ ડાર હતું. આ ઉપરાંત હુમલાના કાવતરામાં સઝ્ઝાદ ભટ્ટ, મુદસિર અહેમદ ખાન સહિત જૈશના આતંકવાદીઓની સંડોવણી સામે આવી હતી. સમગ્ર કેસની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી હતી અને 13 હજારથી વધારે પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખીલ કરી હતી.

પુલવામા હુમલા બાદ સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ભારતના વીર સપૂતોને ગુમવ્યા બાદ દરેક ભારતીય આતંકવાદીઓને તેની ભાષામાં જ જવાબ આપવાની માંગણી કરી રહ્યાં હતા. સીઆરપીએફએ કહ્યું હતું કે, હુમલામાં જવાબદારોને ક્યારેય માફ નહીં કરાય. સીઆરપીએસએ ટ્વીક કર્યું કે, ન માફ કરીશું ન ભૂલીશું.. આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. શહીદોના પાર્થિવ દેહને વાયુસેનાના વિશેષ વિમાનમાં પાલન વાયુસેના વિસ્તારમાં લાવવામાં આવ્યાં હતા. જ્યાં તત્કાલિન ગૃહમંત્રી અને હાલના રક્ષામંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. શહીદોના પાર્થિક દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોના પાર્થિવ દેહની પરિક્રમા કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના માત્ર 12 દિવસની અંદર જ ભારતીય સેનાએ આતંકવાદીઓને તેની ભાષામાં જવાબ આપ્યો હતો. 26મી ફેબ્રુઆરી 2019ની રાતના લગભગ 3 કલાકે ભારતીય વાયુસેનાએ 12 મિરાજ 2000 ફાઈટર જેટએ લાઈન ઓફ કન્ટ્રોલ પાર કરીને બાલાકોટ સ્થિત જૈશ-એ-મહંમદના આતંકવાદી ઠેકાણાઓને નાશ કર્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં પાકિસ્તાન દ્વારા પોષિત 300 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતા. એરસ્ટ્રઈકમાં લગભગ 3 હજાર કિલો બોમ્બ આતંકવાદીઓના ઠેકાણાઓ ઉપર વરસાવવામાં આવ્યાં હતા. પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવાની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનએસએ અજીત ડોભાલને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત તત્કાલિન વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ એરસ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.